Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 65
________________ જોઈએ પછી ભલે સાધનાને અંતે તેનું મૂલ્યાંકન આપણી રીતે કરી લઈએ. વિપશ્યના કરતાં કરતાં સાધકમાં છેવટે પ્રજ્ઞાનું જાગરણ થાય છે. ત્યાર પછી મનમાં વિકારો ઊઠતા નથી. અંતરના ભાવો અને અન્ય પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે. આપણી અંદર મૈત્રી અને કરુણાના ભાવો જાગે છે. જેને કારણે આપણો આખો વ્યવહાર બદલાઈ જાય છે. અન્ય સાથેનું આપણું વર્તન બદલાઈ જાય છે એટલું જ નહીં પણ આપણા પ્રત્યેનો આપણો અભિગમ પણ બદલાઈ જાય છે. આ સાધના ફળતાં આપણામાં શાંતિનું સહજ અવતરણ થાય છે અને આપણે સ્વસ્થ બની રહીએ છીએ. વળી આ બધું અનાયાસે ફલિત થતું રહે છે એમ કહી શકાય. બાકી આ સાધનાનું તાત્વિક લક્ષ્ય તો ભવપરંપરાનો અંત અને નિર્વાણપ્રાપ્તિ છે. ભગવાન બુદ્ધ નિર્વાણપ્રાપ્તિ માટે જે અષ્ટાંગ માર્ગનું આયોજન કરેલ છે તેને આ સાધનાની અંતર્ગત વણી લેવામાં આવ્યો છે. આનાપાનસતીમાં પ્રમુખતયા શીલ અને સમાધિ છે તો વિપશ્યનામાં પ્રજ્ઞાજાગરણ છે. શીલનાં ત્રણ અંગ છે : સમ્યફ વાણી, સમ્યક્ કર્મ અને સમ્યક આજીવિકા. સમાધિનાં ત્રણ અંગ છે : સમ્યક વ્યાયામ અર્થાત્ વિકારોનું નિરસન, સમ્યફ સ્મૃતિ એટલે વર્તમાન ક્ષણ પ્રતિની જાગરૂકતા અને સમ્યક સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. પ્રજ્ઞાનાં બે અંગ છેઃ સમ્યક સંકલ્પ અને સમ્યક દષ્ટિ. સમ્યફ સંકલ્પ એટલે રાગ-દ્વેષ રહિત અભિગમ. સમ્યક દષ્ટિ એટલે કે જે વસ્તુ જે સ્વરૂપે છે તે સ્વરૂપે તેને જોવા-જાણવી. જો આ વાતને સંક્ષિપ્તમાં સમજીએ તો સંયમ એ શીલ છે, એકાગ્રતા એ સમાધિ છે અને સાક્ષીભાવે ક્ષણે ક્ષણે બદલાતા પ્રકૃતિના સ્વભાવને ગદ્વેષ રહિત થઈને કોઈપણ પ્રતિક્રિયા વિના જોઈએ - જાણીએ તે પ્રજ્ઞાનું જાગરણ છે. વિપશ્યના ધ્યાનના પ્રવર્તક શ્રી સત્યનારાયણ ગોયન્કાજી છે. બ્રહ્મદેશના મહાલેખાપાલ ઉ. બા. ખિન પાસેથી તેમને આ ધ્યાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યાર પછી ઉ. બા. ખિનના આશીર્વાદથી શ્રી ગોયન્કાજીએ આ ધ્યાનને દેશ-પરદેશમાં પ્રચલિત કરી તેને પ્રતિષ્ઠિત કર્યું ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114