Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 66
________________ ૪. સક્યિ ધ્યાન ઓશો ધ્યાનને જીવનનું મોટામાં મોટું અભિયાન કહે છે. ધ્યાનની વાત કરતાં તેઓ આત્મા-પરમાત્માની વાતો નથી કરતા પણ તેમની ચર્ચાની અંતર્ગત આત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વની વાત આવી જતી વર્તાય છે. ઓશોએ ધ્યાનને જે મહત્ત્વ આપ્યું તેવું કદાચ અન્ય કોઈ તત્ત્વવેત્તાએ આપ્યું નહિ હોય એમ કહી શકાય. દુનિયામાં એવો કોઈ સંપ્રદાય કે વિચારસરણી નહિ હોય કે જેની ધ્યાનપદ્ધતિ વિશે તેઓ જાણતા ન હોય, તેમ છતાંય તેમણે કોઈનું અનુકરણ નથી કર્યું. તેમણે તદ્દન પોતાની કહી શકાય તેવી મૌલિક પદ્ધતિ વિકસાવી. તેમણે ધ્યાનને કોઈ ચોકઠામાં સીમિત નથી કર્યું. - ધ્યાનની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે કે તેમાં કંઈ કરવાનું નથી, પણ માત્ર હોવાનું છે. ધ્યાનમાં બધી અંતરક્રિયાઓ અટકી જાય પણ તમે માત્ર રહ્યા હો. કેવળ સ્વમાં સ્થિતિ બની રહે તે ધ્યાન માટે પર્યાપ્ત છે. ધ્યાનમાં અંત કેન્દ્ર ઉપર કોઈ તરંગ ન હોય, ત્યાં ઘેરું મૌન પ્રવર્તતું હોય. ત્યાં તમે પળ-બે પળ રહી શકો અને આખો દિવસ પણ રહી શકો. ઓશોએ ધ્યાનને જીવનથી જુદું ગયું નથી. વળી ઓશોનું ધ્યાન મૃત નથી, ઉદાસ નથી. - ધ્યાનમાં હોવાનો આનંદ હોય. - ઓશોનું ધ્યાન કર્મથી વિપરીત નથી. તેઓ જીવનથી ભાગવામાં માનતા નથી. જીવનની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ ધ્યાનમાં રહી શકાય – જો તમને જોતાં આવડે અને હોતાં આવડે. ઓશો તેને જોવાની ગુણવત્તા અને હોવાની ગુણવત્તા કહે છે. વસ્તુને - વિષયને તમે તેની સાથે તાદાત્મ સાધ્યા વિના અંલિપ્ત રહીને જોઈ શકો તે જોવાની ગુણવત્તા. જીવનમાં ભલે કર્મનો ઝંઝાવાત હોય પણ તમે અંતરમાં નિષ્કપ રહી શકો તો તે હોવાની ગુણવત્તા. ઓશો ધ્યાન માટે કહે છે : ધ્યાન એક સમજ છે, એક હોશ છે. તમે કંઈ પણ ન કરો પણ સજાગ રહો તો તે ધ્યાન જ છે. ધ્યાન એ ગાઢ - વિશ્રામ છે. ધ્યાન માટે ગંભીર થશો નહીં, હળવા રહો. તમારે કયાંય જવાનું ધ્યાનવિચાર ૬૫

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114