________________
સાક્ષીભાવને સ્પષ્ટ કરવા ઓશો ઉદાહરણ આપે છે કે કોયલ ટહુકો કરે છે. તેના બે આયામ છે - એક કોયલ જે દશ્ય છે અને શ્રાવ્ય છે, બીજો તેને જોનારો-સાંભળનારો જે જ્ઞાતા-દ્રષ્ટા છે. પણ સાક્ષી એ બંનેથી અલગ ત્રીજા બિંદુ ઉપર હોય છે. તે જ્ઞાતા-દ્રષ્ટાને જુએ છે અને કોયલ-દશ્યને પણ જુએ છે. આ સાક્ષીમાં સ્થિતિ એ ધ્યાનનો આત્મા છે – એ ધ્યાનનું સર્વોચ્ચ શિખર છે. - ઓશોની ચર્ચામાંથી એ ફલિત થાય છે કે દ્રષ્ટા અને દશ્ય એક થઈ જાય એટલે સાક્ષીનો પ્રાદુર્ભાવ થાય. વળી ઓશો એમ પણ કહે છે કે નિર્વિચાર અવસ્થા - સતત સાક્ષીભાવનું ફળ છે અને એ જ સર્વોચ્ચ શિખર છે. આમ ઓશો આપણને ચર્ચામાં ધ્યાનનું સર્વોચ્ચ શિખર દેખાડે છે અને ઓશોના ધ્યાનનો આશય આ શિખર સુધી લઈ જવાનો હશે.
આ વાત દેખાય છે કે વંચાય છે એટલી સરળ નથી. એક રીતે અહીં વાત ગૂંચવાઈ જતી લાગે છે. જો સાક્ષી, દ્રષ્ટા અને દશ્ય બંનેને જોતો હોય તો તેનો અર્થ એ થયો કે સાક્ષી-ચેતના એ બંનેથી અલગ છે અથવા તો દ્રષ્ટા અને દૃશ્ય એ બંને તેના અંશો છે. વળી ઓશો એમ કહે છે કે દ્રષ્ટા અને દશ્ય એકબીજામાં તિરોહિત થઈ જાય એટલે સાક્ષી પ્રગટ થાય. એનો તાત્વિક અર્થ એમ નીકળે કે સંસાર વૈતનો છે અને અંત સધાતાં સંસાર ન રહે. તો પછી વાતનો મર્મ એ નીકળે જે વૈતમાંથી અદ્વૈતમાં લઈ જાય તે ધ્યાન. ઓશો નિર્દેશિત ધ્યાન કેટલે અંશે તે વાત સાથે સુસંગત રહે એ આપણે વિચારવું પડે. - આ જ ચર્ચાના સંદર્ભમાં આપણે થોડાક અલગ પડીને - રહીને આપણે વિચાર કરી શકીએ કે જ્યાં સુધી દ્રષ્ટા અને દશ્ય પરસ્પરને પ્રભાવિત કરતાં હોય ત્યાં સુધી બહિરાત્મ દશા છે જેમાં સદાય સંકલેશ પ્રવર્તે છે. જ્યારે સાધક ધ્યાન કરીને કે અન્ય રીતે દશ્યથી અલગ બનીને તેનાથી લેપાયા વિના કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં વર્તે તે અંતરાત્મ દશા છે. અહીં પહોંચવા માટે ધ્યાન ઘણું સહાયક બની શકે. દ્રષ્ટાભાવ એ આત્મભાવ છે. સાક્ષીભાવ એ પરમાત્મભાવ છે જે દ્રષ્ટા કે દશ્ય સૌને ઝીલે છે પણ કોઈથી રંગાતો નથી. આત્મભાવમાં અલગ અસ્તિત્વના સૂક્ષ્મ અહંની છાયા વર્તાય છે. જ્યારે તેનું વિસર્જન થઈ જાય અને આત્મા બાનવિચાર