________________
નથી. તમે તમારા ઘરમાં જ છો. આમ જોઈએ તો આ અવસ્થામાં પહોંચવા માટે એક જ ચરણ બસ છે. સદાય બહાર વહેતી તમારી ચેતનાને અંદર તમારી ઉપર લાવીને કેવળ વિશ્રામપૂર્ણ થઈ જાવ. ભલે તમારું જીવન ગતિમાન હોય પણ તમે અંદરથી નિશ્ચલ-નિષ્કપ. આ સ્થિતિ બનતાં તમે અકથ્ય આનંદથી ભરાઈ જશો અને વધારે સર્જનાત્મક બની રહેશો.
ધ્યાનનું રહસ્ય એ છે કે તમે કર્તા નથી બનતા પણ કેવળ દ્રષ્ટા બની રહો છો – નિષ્કપ અને અવિચળ. ઓશો સાક્ષીભાવને ધ્યાનનો આત્મા કહે છે. તમને સાક્ષી બનતાં આવડી ગયું તો સમજી લેવું કે તમે તમારી મંજિલની નજીક આવી ગયા. સંસારમાં સામાન્ય રીતે આપણે બે આયામોમાં જીવીએ છીએ. એક છે સંસારના વિષયો-વસ્તુઓ-વ્યક્તિઓ અર્થાત્ કે દશ્યો અને બીજો છે તે બધાને જોનારો - દૃશ્ય પ્રતિ વહી જનારો. જો તમે વિષયો તરફ વહી ન જાવ અને તેનાથી અલિપ્ત રહીને વિષયોને જોયા કરો તો તમે દ્રષ્ટાભાવમાં આવી જાવ છો. દ્રષ્ટાભાવમાં કર્તૃત્વનો સૂક્ષ્મ ભાવ રહે છે. પરંતુ જો તમે શ્ય અને દ્રષ્ટા બંનેને કોઈ ત્રીજા બિંદુથી જોતા થઈ જાવ તો સમજવું કે તમે સાક્ષીભાવમાં આવી ગયા. સાક્ષીભાવ દ્રષ્ટા અને દૃશ્ય બંનેથી અલિપ્ત હોય છે, રહે છે. તેને નથી હોતું તાદાત્મ્ય દશ્ય સાથે કે દ્રષ્ટા સાથે. જે કંઈ બને છે તેનો તે નથી કર્તા કે ભોકતા. પણ જે કંઈ ઘટિત થઈ રહ્યું હોય છે તે તેની ઉપસ્થિતિમાં હોય છે. માટે તે તેનો સાક્ષી છે. સાક્ષીભાવ નિષ્કપ હોય છે. તે ધ્યાનનું શિખર છે.
સાક્ષીભાવ દર્પણ જેવો હોય છે. તેમાં સર્વનું પ્રતિબિંબ ઝિલાય પણ દર્પણ તેમાં પડતાં પ્રતિબિંબોથી અલગ જ હોય છે અને તેનામાં કોઈ છાપ રહી જતી નથી તેવો સાક્ષીભાવ હોય છે. સાક્ષીભાવ શુદ્ધ ચેતના વિના સંભવે નહિ. અહંના વિસર્જન વિના તે શકય નથી. ઓશોના ધ્યાન વિચારમાં દ્રષ્ટા અને સાક્ષી એક નથી. સાક્ષીમાં દ્રષ્ટા અને દૃશ્ય બંનેનું પ્રતિબિંબ પડે પણ તે તેનાથી પર. ઓશોએ સાક્ષીને ધ્યાનનો આત્મા કહ્યો છે. ઓશો સ્પષ્ટ કહે છે કે દ્રષ્ટા અને સાક્ષી એકબીજાના પર્યાય નથી. ઓશો કહે છે દ્રષ્ટાને સાધી શકાય પણ સાક્ષીને સાધી ન શકાય. સાક્ષી એ સહજ ઘટના છે. ઓશો માને છે કે જ્યારે દ્રષ્ટા અને દશ્ય એકબીજામાં તિરોહિત થઈ જાય તો તેની સમગ્રતામાં સાક્ષીનો પ્રાદુર્ભાવ થાય.
૬૬
ધ્યાનવિચાર