Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 45
________________ શુકલ ધ્યાન શુક્લ ધ્યાન એ ચરમકોટીનું ધ્યાન છે. શુક્લ એટલે શુદ્ધ-નિર્મળ. આ ધ્યાન સાધનાર સામાન્ય રીતે ક્ષપક શ્રેણી ઉપર ચડેલો ભવ્યાત્મા જ હોય. શુક્લ ધ્યાનની યાત્રા આત્માથી પરમાત્મા સુધીની હોય છે પણ તે માટેનો સમય અંતર મુહૂર્ત જેટલો જ હોય છે. તે વખતે ધ્યાનનો અગ્નિ એટલો પ્રજ્વલિત હોય છે કે અનંત જન્મોનાં કર્મો તેમાં બળીને ભસ્મ થઈ જાય છે. કહેવાય છે કે શુક્લ ધ્યાન આ કાળે હોય નહીં. શુલ ધ્યાન ચાર ભેદથી ઓળખવામાં આવે છે. (૧) પૃથકત્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતર્ક અવિચાર, (૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, (૪) વ્યૂચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. શુકલ ધ્યાનના પ્રથમ બે ભેદમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય છે. પાછળના ભેદ સ્વયં નિર્ભર હોય છે. શુક્લ ધ્યાનના બીજા ભેદને અંતે ધ્યાતા સર્વ ઘાતી કર્મો જ્ઞાનાવરણીય, દર્શનીય, મોહનીય અને અંતરાય કર્મોને ખપાવીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી જો આયુષ્ય બાકી હોય તો સંસારમાં વિચરે. શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદો તો આયુષ્ય પૂર્ણ થવામાં અંતર મુહૂર્ત જેટલો સમય બાકી હોય ત્યારે કેવળજ્ઞાની સાધે. તે વખતે તે બાકી રહેતાં અઘાતી કર્મોઃ વેદનીય, આયુષ્ય, ગોત્ર અને નામકર્મ સરખાં કરીને તેનો ક્ષય કરીને શરીરનો ત્યાગ કરીને લોકાગ્ર ભાગે રહેલી સિદ્ધશિલા ઉપર જઈને વિરમે છે. ત્યાં તે શાશ્વત કાળ માટે પરમાત્મ દશામાં વિલસે છે. પૃથકત્વ વિતર્ક સવિચાર - શુક્લ ધ્યાનનો આ પહેલો ભેદ છે. પૃથકત્વ એટલે છૂટું કરવું – અલગ પાડવું. વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના આધારે વિચાર કરવો. આ ધ્યાનમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવામાં આવે છે. તે માટે આત્મદ્રવ્યનો તેના પર્યાયોથી અલગ કરીને વિચાર થાય છે. દ્રવ્યનો ગુણથી અલગ કરીને વિચાર થાય છે. આત્મદ્રવ્યનું અર્થ, વ્યંજન અને યોગથી વિવરણ કરીને ચિંતન થાય છે. આત્મા દ્રવ્ય છે – તે રીતે વિચાર થાય તે અર્થથી વિચાર થયો કહેવાય. ‘આત્મા’ શબ્દ જે અક્ષરથી લખાય છે ઓળખાય છે તે વ્યંજનથી વિચાર કર્યો ગણાય. આત્મા ધ્યાનવિચાર ૪૪

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114