Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 46
________________ વિશે મન-વચન અને કાયાના યોગથી જે કંઈ થાય તે યોગથી થયેલ કહેવાય. આ ધ્યાનમાં આત્મદ્રવ્યનો, દ્રવ્યભેદે, પર્યાય ભેદે, ગુણભેદે એમ વિવિધ રીતે વિચાર કરવામાં આવે છે. સાધકનું ચિત્ત પ્રવર્તન - ઉપયોગ વિવિધ ભેદોમાં સંક્રમણ કરતાં કરતાં છેવટે આત્મદ્રવ્યમાં સ્થિર થઈ જાય ત્યારે ધ્યાનનો પહેલો પાયો સધાય. તે સમયે ધ્યાતાને આત્મભાવની અનુભૂતિ હોય. આ ધ્યાન આત્મલક્ષી છે. આ ધ્યાનમાં વિચાર હોય છે પણ તે એક જ લક્ષ્ય આત્મા પ્રતિ વહેતો રહે છે તેને કારણે તે ધ્યાન બની જાય છે. જો વિચાર વીખરાઈ જાય તો તે ધ્યાન ન બને. આ ધ્યાનમાં આત્મચિંતન હોવાને કારણે કર્મનો સંવર તો સહજ સધાય છે. વળી તેમાં શુદ્ધ ઉપયોગ પ્રવર્તતો હોવાને કારણે તે અંનત જન્મનાં કર્મોની નિર્જરાનું કારણ બને છે. અલ્પ સત્ત્વવાળા જીવો આ ધ્યાનના અધિકારી નથી. સર્વવિરતિમાં અપ્રમત રહીને સાધના કરતા મુનિઓ જ આ ધ્યાનની ધારાએ ઊંચે ચઢી શકે છે. આ ધ્યાન સાધ્યા પછી ધ્યાતા શુક્લ ધ્યાનનો બીજો ભેદ - પાયો સાધવા આગળ વધે છે. , એકત્વ વિતર્ક અવિચાર : શુક્લ ધ્યાનનો આ બીજો ભેદ છે. પહેલા ભેદમાં આપણે આત્માને સમગ્ર અસ્તિત્વથી અલગ કરતાં કરતાં તેના શુદ્ધ સ્વરૂપે જાણો - જયો જે લગભગ પરમાત્મ સ્વરૂપ જ છે. આ બીજા ભેદમાં વાત તો આ જ સિદ્ધ કરવાની છે પણ બીજે છેડેથી. પહેલા ભેદમાં પરમાત્માને આત્મામાં જોવાનો છે; બીજા ભેદમાં આત્માને પરમાત્મામાં જોવાનો છે. અર્થાત્ કે સમગ્ર અસ્તિત્વના સંદર્ભમાં આત્માને ચિંતવવાનો છે. પહેલા ભેદમાં આપણે વિશ્લેષણ કરતાં કરતાં આગળ વધીને આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચ્યા હતા. આ ભેદમાં સર્વનું સંશ્લેષણ કરતાં કરતાં પરમાત્મા સુધી પહોંચવાનું છે. સમગ્ર અસ્તિત્વ પરમાત્માનું જ સ્વરૂપ છે. બીજી રીતે કહીએ તો અસ્તિત્વ એ જે પરમાત્મા. (બ્રહ્મ?) આત્મા અસ્તિત્વમાં સમાવિષ્ટ થયેલ છે - તે તેનાથી ભિન્ન નથી. આ ધ્યાનમાં આત્માના પરમાત્મ સ્વરૂપનો વિચાર કરી તેની અનુભૂતિ કરવાની છે. - આ ધ્યાનમાં આત્માનો એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે વિચાર ન કરતાં, છે ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114