________________
અનુભવ થાય છે. તે બધું સાધક કેવળ જોયા કરે. સાધક સંવેદનની અનુભૂતિ કરે પણ સાક્ષી ભાવે. અનુભૂતિથી તે અલિપ્ત હોય. સાધક તેને જોનારો પણ ભોગવનારો નહીં. શરીર ઉપર જે ઘટિત થતું હોય તેને જોયા કરવું એ સામાન્ય વાત નથી.
આ સાધના જ સત્ય તરફ લઈ જાય છે. શરીરને જોતાં જોતાં આપણને લાગે છે કે જ્યાં આપણને ભારેપણું લાગતું હતું, સઘનતા લાગતી હતી તે તૂટવા લાગે છે. તેના ટુકડે-ટુકડા થવા લાગે છે અને પછી ત્યાં બધું તરલ દેખાય છે. બસ, તરંગો જ તરંગો. એક ક્ષણે ઉદ્ભવે અને બીજી ક્ષણે વિલીન થઈ જાય. આ પ્રકૃતિનો ધર્મ છે. અત્યાર સુધી કદાચ આ વાત આપણે બુદ્ધિના સ્તરે જાણતા હતા તે વાત હવે આપણે અનુભૂતિના સ્તરે જાણીએ છીએ.
શરૂઆતમાં આ સાધના સ્થૂળ સ્તરે ચાલે છે, પછી સૂક્ષ્મ સ્તરે ઊતરે છે. પછી તેનાથી સૂક્ષ્મ સ્તરે ઊતરે છે. સાધકને લાગે છે કે કંઈ જ સ્થિર, નથી. બધું પ્રતિક્ષણે બદલાતું રહે છે. અને આ બદલાવ-પરિવર્તન ક્ષણે ક્ષણે થાય છે. પણ તેની ગતિ ધીમી હોવાથી આપણને તત્કાળ ખબર પડતી નથી. સંસારમાં બધું થઈ રહ્યું છે જેને તત્ત્વજ્ઞાનની ભાષામાં 'ભવ” કહે છે. ભવ એટલે થવું. જેમાં સતત કંઈ થયા કરે તે ભવ. આ મહત્ત્વનું સત્યદર્શન છે. જે આપણને વિપશ્યનાની સાધના કરતાં થાય છે. આમ અનુભૂતિઓના સ્તરે આપણે પ્રકૃતિનાં વિધાનો અને સંરચનાઓને જાણીએ અને જીવીએ તે જ વાસ્તવિકતામાં ધર્મ છે.
આમ તો આપણું શરીર જડ છે પણ તે જીવંત બને છે ચેતનાના સ્પર્શથી. જન્મથી માંડીને મૃત્યુ સુધી શરીર અને ચિત્ત સંલગ્ન રહે છે. તે અલગ પડે એટલે મૃત્યુ થાય. આપણે જ્યારે હું કહીએ છીએ ત્યારે શરીર અને ચિત્ત બંને તેમાં સમાઈ જાય છે. એકલા શરીરને પણ હું ન કહી શકાય, એકલા ચિત્તને તો હું કહેવાનો કોઈ અવકાશ રહેતો નથી. જ્યાં હું હોય ત્યાં જ મારું હોઈ શકે. આમ “હું” ના અસ્તિત્વના બે સ્કંધ - ઘટકો છે. શરીરને “રૂપ” સ્કંધ તરીકે ઓળખવામાં આવે છે અને ચિત્તના ઘટકને “નામ સ્કંધ કહેવામાં આવે છે. બુદ્ધોના આ પારિભાષિક શબ્દો છે. ૫૮
ધ્યાનવિચાર