________________
જ્યારે આપણે શરીર સ્કંધની વિપશ્યના કરીએ છીએ ત્યારે તેની સાથે ચિત્તસ્કંધની પણ વિપશ્યના થતી જ જાય છે. બૌદ્ધોએ ચિત્તનું ચાર સ્કંધો - ઘટકોમાં વિભાજન કર્યું છે. ઇન્દ્રિયો શરીરનાં દ્વારો છે. તેને વિષયોનો સંસર્ગ થાય એટલે આપણા ચિત્તમાં જે સ્પંદન થાય છે તેને વિજ્ઞાન” કહે છે. વિજ્ઞાન એટલે જાણકારી, પછી તે વિષયની હોય કે વસ્તુની હોય. વિષયના અસ્તિત્વની જાણકારી તે વિજ્ઞાન. જાણકારી પછી આપણને વિષ્યની વસ્તુની ઓળખ થાય જેને બૌદ્ધ પરિભાષામાં “સંજ્ઞા' કહેવામાં આવે છે. વિષયની ઓળખ થયા પછી તેના સારા-ખોટાનું મૂલ્યાંકન થાય જેને “વેદના” કહે છે. આ વેદના-સંવેદન સુખદ પણ હોય અને દુઃખદ પણ હોય જેને કારણે આપણું ચિત્ત રાગ-દ્વેષ કરીને તેની પ્રતિક્રિયા કરે તેને ‘સંસ્કાર” કહેવામાં આવે છે. '
આમ ચિત્તના ચાર સ્કંધો (ઘટકો) છે. વિજ્ઞાન, સંજ્ઞા, વેદના અને સંસ્કાર. ચિત્તની પ્રથમ ત્રણ અવસ્થા સુધી ચિત્તમાં તેના સંસ્કાર પડતા નથી પરંતુ જ્યારે આપણે તે પ્રતિક્રિયા કરીને વેદના-સંવેદન પ્રતિ રાગ કે દ્વેષ કરીએ છીએ તેને કારણે ચિત્ત ઉપર સંસ્કાર પડે છે જે કર્મનું બીજ બને છે. એક વાર બીજ વવાઈ ગયું - ભયમાં પડી ગયું પછી તેમાંથી અંકુર, છોડ, વૃક્ષ અને ફળની પરંપરા સર્જાય છે. આ રીતે કર્મનું વટવૃક્ષ ફાલે છે – લે છે અને સંસાર ચાલતો જ રહે છે.
આટલી ચર્ચાનો એ નિષ્કર્ષ નીકળે કે વિષયનો કોઈ પણ સંપર્ક પછી તે આંખનો હોય, નાકનો હોય, જીભનો હોય, કાનનો હોય કે ત્વચાનો હોય કે પછી મન દ્વારા ઉદ્ભવેલો હોય તો તેનો પ્રભાવ શરીર ઉપર પડે છે અને તે વેળા શરીરસ્કંધને સંલગ્ન જે ચિત્તસ્કંધ હોય છે તે તેની પ્રતિક્રિયા કરે છે, તેનો સંસ્કાર બને છે અને આ સંસ્કારમાંથી સંસાર ઊભો થાય છે. જો આપણને અનુકૂળ કે પ્રતિકૂળ સંવેદનાને રાગ-દ્વેષ વિના જોતાં આવડી જાય તો તેનો સંસ્કાર નહીં બને અને તેમ થતાં સંસાર પરિમિત થતો જશે.
વિપશ્યના ઉપર ઉપરથી જોતાં લાગે એટલી છીછરી નથી. તેનાં ઊંડાણ ઘણાં છે. વિપશ્યના કરતાં કરતાં સાધકનો દ્રષ્ટા ભાવ જેટલો પુષ્ટ થતો જાય છે એટલે અંશે તેનો ભાતાભાવ તૂટતો જાય છે અને સાધકની પ્રજ્ઞામાં ધ્યાનવિચાર
૫૯
૫૯