________________
સ્થિતિ થતી જાય છે. પ્રજ્ઞા પુષ્ટ થતાં સાધક અનાસકત બનીને જીવન જીવે છે. સાધક જ્યારે કેવળ દ્રષ્ટાભાવમાં અવસ્થિત થઈ જાય છે ત્યારે તે જીવનમુક્ત અવસ્થાને સ્પર્શે છે. આમ વિપશ્યના શ્વાસથી શરૂ થાય છે અને છેવટે જીવનમુક્ત દશા સુધી લઈ જાય છે. આ સાધનાને અલ્પ કેમ હેવાય?
શરીરને જોવું, શરીર ઉપર શું ઘટિત થઈ રહ્યું છે તેનું સૂક્ષ્મતાપૂર્વક અવલોકન કરવું – તેનો ચિત્ત ઉપર શું પ્રભાવ પડે છે તેનો અનુભવ કરવો એ વિપશ્યનાની સાધનાનું પ્રમુખ અંગ છે. શરીરની વિપશ્યના કરતાં બે વાત ફલિત થઈ કે શરીર જડ નથી અને તેનાં અંગ-ઉપાંગો ઉપર સદાય કંઈક સંવેદન થતું રહે છે. તે સંવેદન સૂક્ષ્મ હોવાને કારણે આપણને તેની ખાસ ખબર પડતી નથી, પણ જ્યારે સંવેદન સ્થૂળ હોય છે ત્યારે તે આપણને વર્તાય છે. આ સંવેદન અનુકૂળ પણ હોય અને પ્રતિકૂળ પણ હોય. બૌદ્ધ પરિભાષામાં સંવેદન એ જ દુઃખ અને તેના નિવારણ વિના શાંતિ ન મળે.
વિપશ્યના કરતાં બીજી એ વાત ફલિત થઈ કે શરીરના સૂક્ષ્મ ઘટકો જેને બૌદ્ધ પરિભાષામાં કલાપો કહે છે તે તૂટતા રહે છે. તે તૂટે છે ત્યારે તરલ બને છે અને પછી આપણને ત્યાં કેવળ તરંગો જ વર્તાય છે. પ્રત્યેક ક્ષણે તરંગ ઊઠે છે, વિરમે છે અને વળી પાછો ઊઠે છે. જાણે સમસ્ત સંસાર તરંગોનો જ છે. કયાંય કશું સ્થિર નથી, શાશ્વત નથી. સર્વ ક્ષણિકમ્, બસ બધું જ તરલ અને ક્ષણભંગુર. જ્યાં બધું ક્ષણિક છે, કયાંય કશું કાયમ માટે રહેનારું નથી તેને આપણે કાયમ માનીને જીવવા મથીએ છીએ, તેને કાયમ કરવા માગીએ છીએ તે આપણી ભૂલ છે અને દુઃખનું કારણ છે. કદાચ બુદ્ધિના સ્તરે આપણે આ વાતો જાણતા હોઈશું કે બોલતા હોઈશું પણ સાધના દરમિયાન આ વાત પ્રતીતિના સ્તરે આવે છે.
-
વિપશ્યનાની સાધના જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ સાધકના ચિત્તમાં સર્વમ્ ક્ષણિકમ્ – બધું અનિત્ય છે, તે વાત આઢ થતી જાય છે અને તેના અસ્તિત્વના અહંનો અને વિષય પરત્વેના મમત્વનો ભાવ સ્વયં પાતળો પડતો જાય છે. આ ભાવ પાતળો પડતાં સાધકના મન ઉપરની તાણ ઓછી થતી જાય છે અને તેને અનાયાસે શાંતિનો અહેસાસ થવા લાગે છે. આને અનાતાભાવ પણ કહે છે.
૬૦
ધ્યાનવિચાર