________________
દ્રવ્યોમાં તેને સમાવિષ્ટ કરીને સામાન્ય દ્રવ્યનો વિચાર કરવાનો છે. એ રીતે આત્માને તેના ગુણો અને પર્યાયોથી ભિન્ન રીતે ન વિચારતાં તે સર્વને આત્માથી અભિન્ન ગણીને ચિંતન કરવાનું છે. આત્માને દ્રવ્ય, વ્યંજન અને યોગથી અલગ કરીને ન વિચારતાં એમ વિચારવાનું છે કે તેઓ અભિન્ન છે. તેમને એક ગણીને જ ચિંતવવા. સંસારમાં અનેક આત્માઓ છે એમ ન વિચારતાં, સંસારમાં એક જ આત્મતત્ત્વ-ચેતન વિલસે છે એમ સંશ્લેષણ કરવું.
આમ અસ્તિત્વના સર્વ ભેદોને એક અસ્તિત્વમાં સમાવિષ્ટ કરતાં ચિંતવવું કે હું જ તે પરમાત્મ તત્ત્વ છું. અસ્તિત્વ મારાથી ભિન્ન નથી. આ ધ્યાન સ્થિર પરિણામી છે.
તેમાં વિચાર કરતાં સંવેદન-અનુભૂતિ વધારે હોય છે. આ ધ્યાન જેમ સિદ્ધ થતું જાય તેમ આત્મા અસ્તિત્વ સાથે તદ્રુપ થતો જાય. તેને પરમાત્મ ભાવની અનુભૂતિ થવા લાગે. આત્માની આ પરમાત્મ દશા છે. તેમાં આત્માનું અસ્તિત્વ અલગ રહે પણ તેની સભાનતા ન રહે.
આ પરમાત્મ અવસ્થામાં આવતાંની સાથે, આત્મા ઉપર રહેલાં, રહ્યાંસહ્યાં ઘાતી કર્મો ખરી જાય છે અને તેને કેવળજ્ઞાન થાય છે. તે સમયે નથી રહેતો જ્ઞાતા કે નથી રહેતું જ્ઞેય પણ વિલસે છે કેવળજ્ઞાન. તે સમયે સકળ અસ્તિત્વ તેની સમક્ષ પ્રગટ હોય છે. તે તેની અંદર સમાવિષ્ટ હોય છે પણ તે તેનાથી લેપાયેલ હોતો નથી. તેની સ્થિતિ જળકમળવત્ બની રહી હોય છે.
કેવળજ્ઞાન થયા પછી જો આયુષ્ય કર્મ બાકી રહ્યું હોય તો તેને પૂર્ણ કરવા તે સંસારમાં વિચરે છે. જો તે આત્માએ તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરેલું હોય તો તે તીર્થની સ્થાપના કરી જીવોને ધર્મ આપે છે. કેવળી ભગવંતો સંસારમાં હોય પણ તેમને સંસાર સ્પર્શે નહિ. આયુષ્યકર્મ પૂર્ણ થતાં તેઓ આ ઔદારિક શરીર છોડીને લોકાગ્ર ભાગે જઈને અનંત આનંદમાં અવસ્થિત થઈ જાય છે.
સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી
શુક્લ ધ્યાનનો આ ત્રીજો ભેદ છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ યોગીનું માનવભવ સંબંધી અંતર્ મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે તે ત્રીજું શુક્લધ્યાન આરંભે છે. તે સમયે તે તેરમા ગુણસ્થાનકે હોય છે જે સયોગી કેવળીનું
૪૬
ધ્યાનવિચાર