________________
અસ્થાને છે. અહીં ધ્યાની શૈલેશી અર્થાત્ પહાડ જેવી અડોલ અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તત્કાળ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એમ ચારેય અઘાતી કર્મોને સર્વથા ખપાવી દઈ – નાશ કરી, અયોગી કેવળી બની રહે છે. શૈલેષી અવસ્થામાં યોગી પાંચ હસ્વ સ્વરો અ, ઇ, ઉ, ૠ અને લુ બોલતાં જેટલો સમય લાગે તેટલા સમયની હોય છે. દરમિયાન સંસારના મૂળ કારણરૂપ કાર્મણ શરીર, તેનું સહયોગી તૈજસ શરીર અને અંતિમ ભવનું ઔદારિક શરીર આત્માથી અલગ થઈ જાય છે. આ ત્રણેય શરીરોનો વિયોગ થતાં આત્મા સમશ્રેણિએ – ઊર્ધ્વ ગતિએ એક સમયમાં લોકના અગ્ર ભાગે ટોચ ઉપર જઈ પહોંચે છે.
આ લોકમાં ધર્માસ્તિકાય નામનું ગતિસહાયક અને સ્થિતિ આપનારું અધર્માસ્તિકાય દ્રવ્ય છે. પણ તેની આગળના લોકમાં એટલે અલોકમાં આ દ્રવ્યોનો અભાંવ છે – નથી હોતાં તેથી ત્યાં કોઈ જીવનું ગમનાગમન શક્ય નથી બનતું.
-
કર્મના ભાર રહિત થઈ જવાને કારણે સ્વાભાવિક રીતે ઊર્ધ્વગતિ કરી રહેલો આત્મા આલોકના અગ્રભાગ સુધી પહોંચે છે પણ ગતિસહાયક દ્રવ્યના અભાવમાં આગળ અલોકમાં ગતિ કરી શકતો નથી, એટલે તે લોકાગ્ર ભાગે અટકી જાય છે, અને ત્યાં જ સ્થિત થઈ જાય છે.
આલોકના અગ્રભાગે - ટોચ ઉપર એક વિશાળકાય શિલા આવેલી છે તેનાથી એક યોજન ઉપર સુધી લોકાકાશ છે. ત્યાં સુધી કર્મથી મુક્ત થયેલ આત્મા પહોંચે છે પણ ઉપચારથી એમ કહેવાય છે કે સિદ્ધાત્માઓ આ શિલા ઉપર વસે છે અને તે સિદ્ધશિલા તરીકે ઓળખાય છે.
જન્મનું કારણ કર્મ છે અને તેનાથી સર્વથા મુક્ત થયેલ આત્માઓને તેથી ફરીથી જન્મ લેવો પડતો નથી અને સંસારમાં આવવું પડતું નથી. તેઓ કાયમ માટે ભવચક્રમાંથી બહાર નીકળી જાય છે. તેથી તેમને મુકતાત્માઓ કે સિદ્ધાત્માઓ કહેવામાં આવે છે. આ મુક્તાત્માઓ જ્યોતિ સ્વરૂપે હોય છે એટલે તેઓ પરસ્પરને વ્યાબાધ કરતા નથી. એક જ જગામાં અનંત આત્માઓ કોઈને વ્યાબાધ (અવરોધ) કર્યા વિના છાયાની જેમ રહી શકે છે.
આ મુકતાત્માઓ કર્મના ભાર વિનાના હોય છે એટલે તેઓ નીચે પડતા નથી કે ઊતરતા નથી. ઉપરની બાજુ ગતિસહાયક દ્રવ્ય ન હોવાને કારણે ઉપર
ધ્યાનવિચાર
૪૮