________________
ગુણસ્થાનક છે. આ ધ્યાન આલંબન રહિત હોય છે. તે સમયે સૂક્ષ્મ કાયયોગ હોય છે. ત્રીજા શુક્લ ધ્યાનના આરંભે યોગીને લાગે કે આયુષ્યકર્મ કરતાં બાકીનાં ત્રણ અઘાતી કર્મોની સ્થિતિ અધિક છે તો તેને આયુષ્યકર્મ જેટલી જ સ્થિતિનાં કરવા માટે કેવળી સમુદ્ઘાત કરે છે. આ એક વિશિષ્ટ ક્રિયા છે જેમાં યોગી પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને ચૌદ રાજલોકમાં ચારેય દિશાઓ અને વિદિશાઓમાં ફેલાવીને તેની ઉપરનાં કર્મોને તદ્દન રસ વગરનાં કરીને ખેરવી નાખી આયુષ્યકર્મની સ્થિતિ જેટલાં કરી નાખે છે. તેથી આયુષ્ય પૂરું થતાંની સાથે બાકીનાં ત્રણ અઘાતી કર્મ-નામ-ગોત્ર અને વેદનીય પણ પૂરાં થઈ જાય છે. આ ક્રિયામાંથી પાછા પડવાનું નથી થતું તેથી તેને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન કહે છે. આ ધ્યાનને અંતે કેવળી મનયોગ અને વચનયોગનો નિરોધ કરે છે. તે વખતે શ્વાસ-નિઃશ્વાસ જેટલો સૂક્ષ્મકાયયોગ રહેલો હોય છે તેથી તેને સયોગી કેવળીનું તેરમું ગુણસ્થાનક કહે છે. અહીં પરમ શુક્લ લેશ્યા વર્તતી હોય છે.
બુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ
શુક્લ ધ્યાનનો આ ચોથો ભેદ છે. આ પાયાનું સેવન કરતાં સયોગી કેવળી, અયોગી કેવળી થઈ છેવટે લોકના અગ્રભાગે પહોંચી જઈને અનંત ચતુષ્ટયીમાં એટલે કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય (ઉત્સાહ-જીવંતતા) અને અનંત આનંદમાં-ચારિત્રમાં કાયમ માટે સ્થિરતા કરી લે છે. શુક્લ ધ્યાનના ચોથા પાયે મન-વચન અને કાયાના સ્થૂળ અને સૂક્ષ્મ યોગોનો સર્વથા રોધ કરવામાં આવે છે – રોકવામાં આવે છે. તે સમયે આત્માનાં પરિણામ (પ્રવર્તન) નિશ્ચલ હોય છે. યોગી પ્રથમ સ્થૂળ કાયને વિશે રહી મન-વચનના સ્થૂળ યોગને રોકે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગમાં સ્થૂળ કાયાયોગનો પણ નિરોધ કરી લે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગની સહાયથી મન-વચન અને કાયાના સૂક્ષ્મ યોગોને પણ રોકે છે. ત્યારપછી સૂક્ષ્મ ક્રિયા અને અતિ સૂક્ષ્મનહિવત શરીરયોગ સાથે ધ્યાન કરતાં સમુચ્છિન્ન ક્રિયા પ્રગટ થાય છે.
આ ક્રિયામાંથી પાછા ફરવાપણું નથી હોતું તેથી તેને વ્યચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ ધ્યાન કહેવામાં આવે છે. સર્વે ક્રિયાથી નિવૃત્તિરૂપ શુક્લ ધ્યાનનો આ ચોથો અને અંતિમ ભેદ છે. આ ભેદમાં આલંબન નથી હોતું. અહીં લેશ્યા પણ
ધ્યાનવિચાર
૪૭