________________
રોકાઈ જાય છે. વાસનાની તીવ્ર ક્ષણોમાં શ્વાસ જોર જોરથી ચાલવા લાગે છે. આ બધું આપણને ખ્યાલ પણ ન હોય તેમ ઘટિત થતું રહે છે. શ્વાસ સધાતાં આપણી વાસના ક્ષીણ થઈ જાય છે. મનના આવેગો શાન્ત થવા લાગે છે. ચિત્ત વિકારરહિત થતું જાય છે. શ્વાસનિરીક્ષણથી માણસનો સ્વભાવ બદલાઈ જાય છે. અરે, તેના વ્યકિતત્વનું પરિવર્તન થઈ જાય છે અને માણસ વધારે શાન્ત, સ્વસ્થ અને સ્વીકાર્ય બની જાય છે પણ આ માટે લાંબો સમય સાધના થતી રહેવી જોઈએ.
શ્વાસ જોવો કે તેના આવાગમનનું એક ચિત્તે નિરીક્ષણ કરવું તે સામાન્ય સાધના નથી. કેવળ શ્વાસ જોવો એટલે વર્તમાનમાં આવી જવું. વર્તમાનને જોયા કરવો. માણસ ભાગ્યે જ વર્તમાનમાં જીવે છે. કાં તો તે ભૂતકાળમાં ભમતો હોય છે કે ભાવિની કલ્પનાઓમાં રાચતો હોય છે. ભૂતકાળ ચાલ્યો ગયો છે જે આપણા હાથમાં નથી. ભવિષ્ય અનાગત છે જે આવે ત્યારે સાચો, જ્યારે વર્તમાન વાસ્તવિકતા છે.
જે વાસ્તવિકતાને પકડીને જીવે છે તે ક્યારેય નિરાશ થતો નથી. તે સત્યની વધારે નજીક હોય છે. આ સાધનામાં સાધકે વર્તમાનને પકડવાનો છે અને તે માટે શ્વાસ જેવું કોઈ સબળ આલંબન નથી. વળી તે સહજ છે અને સુલભ છે. સ્વભાવથી જ રાગ-દ્વેષ રહિત છે. શ્વાસનું નિરીક્ષણ કરતાં કરતાં સાધક ધીમે ધીમે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જતો જાય છે. પ્રથમ તેને સ્થૂળ સંવેદનાનો અનુભવ થાય છે પછી ઉત્તરોત્તર તે સૂક્ષ્મ સંવેદનોને પકડતો થાય છે. આગળની વિપશ્યનાની સાધનામાં સૂક્ષ્મ સંવેદનને પકડવાની આવશ્યકતા હોવાને કારણે તો શ્વાસ નિરીક્ષણની આનાપાનસતીની સાધનાને ત્રણ દિવસ સુધી શિબિરમાં કરાવવામાં આવે છે. જ્યારે સૂક્ષ્મ સંવેદનો પકડાય છે ત્યારે - જે આપણને શરીરની અનિત્યતાની અને મનની ચંચળતાની પ્રતીતિ થાય છે. - આ સાધનમાં મહત્ત્વની વાત એ છે કે સાધકે પોતાની મેળે શ્વાસ સાથે કંઈ જોડવાનું નથી. જીવનભર આપણે બધે આપણું કંઈક ને કંઈક જોડતા જ રહીએ છીએ તેથી આપણાથી સત્ય વેગળું ને વેગળું રહ્યું છે.
આ સાધના જેમ આગળ વધતી જાય છે તેમ સાધકને શાન્તિનો અનુભવ થતો જાય છે, મનની ચંચળતા ઘટતી જાય છે. ચિત્ત સ્થિર થતું જાય છે, સ્મૃતિઓ અને કલ્પનાઓ સાથેના તેના સંબંધો તૂટતા જાય છે. ચિત્ત ધ્યાનવિચાર
પપ