________________
ભાગે સિદ્ધશિલા ઉપર સ્થિતિ કરીને આત્મસ્વભાવમાં રમણ કરતા હોય છે. આત્માની આ પરમાત્મ અવસ્થા છે. અસ્તિત્વના આનંદમાં તેઓ સદાય . ઝૂલતા હોય છે. જૈનધર્મ સિવાય સિદ્ધાત્માના સ્વતંત્ર અસ્તિત્વનો અને તેમના સ્થળનો અન્ય કોઈ ધર્મે વિચાર કર્યો નથી. જૈન મત પ્રમાણે મોક્ષ આધ્યાત્મિક તો છે જ પણ મોક્ષ થયા પછી અવસ્થિત થવાનું સ્થાન ભૌગોલિક પણ છે.
આ ધ્યાનમાં સિદ્ધાત્માઓની કમરહિત શુદ્ધ અવસ્થાનો વિચાર કરીને ધ્યાન કરવાનું હોય છે. અસ્તિત્વના અનંત આનંદમાં અવસ્થિત થયેલ આં સિદ્ધાત્માઓ આઠેય પ્રકારનાં કર્મોથી રહિત થઈ ગયેલા હોય છે. તેને કારણે તેમનામાં આઠ આનુષંગિક ગુણો પ્રગટ થયેલા હોય છે. આ આઠ ગુણો છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ચારિત્ર (નિર્મોહની અવસ્થા) અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ અવસ્થા, અનંત વીર્ય, (અનંત ઉત્સાહ અને શકિત) આ આઠ ગુણોનું ચિંતન કરતાં - ભાવ ભાવતાં તેની સાથે તાદાત્મ થતા જવું તે આ ધ્યાનની ભૂમિકા છે.
ચિત્ત જ્યારે નિર્વિચાર બનીને શુદ્ધ આત્માના લક્ષ્ય તરફ વહે અને તેમાં લીન થઈ જાય ત્યારે તે રૂપાતીત ધ્યાન થયું કહેવાય. જો પારિભાષિક શબ્દોમાં વાત રજૂ કરીએ તો આત્માનો ઉપયોગ, પરમાત્મ સ્વરૂપે પરિણમે. આત્મા સિદ્ધાત્માના ગુણો સાથે તન્મય બની જાય કે તદ્ભાવમાં આવી જાય ત્યારે આ ધ્યાન સિદ્ધ થાય. આ ધ્યાન ચાલે તેટલો સમય આત્મા જાણે પરમાત્મા બની જાય. તે સમયે આત્માને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની પ્રતીતિ હોય અને કેવળ અસ્તિત્વનો આનંદ હોય જેને હોવાનો આનંદ કહે છે.
આત્માની આ અપૂર્વ અનુભૂતિ હોય છે. અહીં આત્માના અસ્તિત્વની બુઝાઈ જવાની – શૂન્ય અવસ્થા નથી. નદી છેવટે સાગરમાં મળી જાય તેમ આત્મા પરમાત્મામાં ભળી જાય તેવી પણ આ સ્થિતિ નથી કે પછી બંદ સાગર બની ગયું એવું આશ્વાસન પણ નથી. આ અવર્ણનીય ધ્યાન વિશે કંઈ કહી શકાય તેમ નથી પણ તે તરફ ઇશારો કરવો હોય તો એ રીતે કહી શકાય કે આત્મા સિદ્ધાત્માઓનું ધ્યાન ધરતાં તેમના જેવી પરમાત્મ અવસ્થા અલ્પકાળ માટે પામીને અસ્તિત્વના આનંદમાં વિલસે છે.
આ ધ્યાન લાંબો સમય ટકતું નથી. તેની ઝાંખી થઈ ન થઈ અને તે ૪૨
ધ્યાનવિચાર