________________
રૂપસ્થ ધ્યાન એટલે રૂપમાં – આકારમાં અવસ્થિત પરમાત્માનું ધ્યાન. જૈનો સામાન્ય રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન કરતા હોય છે પણ મોટે ભાગે તેઓ તેને યોગ્ય રીતે સાધતા નથી હોતા તેથી તેનો લાભ વર્તાતો નથી. એક તો ધ્યાનમાં સાતત્ય હોવું જોઈએ અને અમુક સમય માટે તેમાં એકાગ્ર થવું જોઈએ. જો ધ્યાન પાછળ જરૂરી સમય ન ફાળવ્યો હોય તો તે એક સારી રીતે કરેલા દર્શન જેવું બની જાય છે જેનું ફળ ધ્યાન જેટલું ન હોય. - રૂપસ્થ ધ્યાન ધરતાં અરિહંત પરમાત્મા સાથે તદાકાર થઈ જવાનું છે. અને અરિહંતનો વીતરાગતાનો ભાવ ભાવવાનો છે. આત્મગુણની ઉપલબ્ધિ આ ધ્યાનનો હેતુ છે. વીતરાગનું ધ્યાન કરતાં વીતરાગ થઈ કર્મથી મુકત થવાનું છે. આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવા માટે આ ધ્યાન સહાયક બની રહે તેવું છે. ધ્યાનમાં ગમે તે બાજુથી આગળ વધો અને યાત્રા કરો પણ છેવટે પહોંચવાનું છે તો મોક્ષના શિખર પર એ વાત ભુલાવી ન જોઈએ. આ શિખર છે વીતરાગતા-સ્વભાવમાં રમણતા.
અજૈનો પોતાના ઇષ્ટદેવનું આ રીતે ધ્યાન કરીને તેનાથી લાભાન્વિત થઈ શકે છે જો તે ધ્યાનપથ પરમાત્મા સુધી લઈ જતો હોય તો. જૈન ધર્મ પરમાત્મા બનવાનો ધર્મ છે. એ વાતે તે અન્ય ધર્મો કરતાં ઘણો જુદો પડી જાય છે. જેને પરમાત્મા બનવું છે તેના માટેનો આ ધ્યાનપથ છે. મોક્ષે પહોંચ્યા પછી કે મોક્ષ થયા પછી કોઈની સેવા ન હોય, કે કોઈનામાં વિલીન થઈ જવાનું ન હોય. જો તેમ જ થવાનું હોય તો પછી તેને મોક્ષ કેમ કહેવાય?
અરિહંત પરમાત્માનું ધ્યાન કરવા માટે બહારથી તેમના સ્વરૂપને ચિંતવી તેમની સાથે અનિમેષ દષ્ટિથી જોયા કરવાનું હોય છે. અરિહંત પરમાત્માનું આ ધ્યાન કરતી વખતે તેમને સર્વ અતિશયોથી યુકત, જ્ઞાનના સૂર્ય સ્વરૂપ, રાગદ્વેષ રહિત થયેલ, પ્રશાન્ત મનોહર સ્વરૂપે ચિંતવવા. બહારથી દષ્ટિ પરમાત્માની મૂર્તિ કે ચિત્ર ઉપર ઠરેલી હોય તો તે સમયે અંતર્દષ્ટિ અરિહંત પરમાત્માના ગુણો ઉપર સ્થિર થયેલી હોવી જોઈએ અને તેનું ચિંતન હોય. આ રીતે ધ્યાન કરવામાં આવે તો જ ધ્યાન લાગે, બાકી ખાલી મૂર્તિનાં દર્શન કરવાથી ધ્યાન ન લાગે. જો આ રીત અનુકૂળ ન લાગે તો અરિહંત પરમાત્માના જીવનના
ધ્યાનવિચાર
૪૦