________________
આમ સિદ્ધચક્રના મંત્ર બીજનું ધ્યાન સધાતાં મનમાં શાંતિ લાગે છે, ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. સાંસારિક મુશ્કેલીઓ ઘણે અંશે દૂર થાય છે કે હળવી થઈ જાય છે. કર્મના ઉદયને સમતાથી વેદવાની આત્મામાં શક્તિ આવી જાય છે. કર્મનો સંવર અને નિર્જરા તો થાય છે જ અને જે કંઈ નવાં કર્મનો આસ્રવ થાય છે તે પુણ્ય કર્મનો જ થાય છે. બાકી આ ધ્યાનનો આશય આત્માને પરમાત્મ પદ સુધી લઈ જવાનો છે.
અહીં મંત્ર બાબત એ સ્પષ્ટતા કરી લેવાની કે સાધક પોતાને જે મંત્ર ઇષ્ટ હોય, જેના ઉપર તેને શ્રદ્ધા હોય – પ્રીતિ હોય તે મંત્રને લઈને ધ્યાન કરે તો તે સત્વરે ફલિત થશે. વળી મંત્ર જૈન આમ્નાયનો જ હોય એવો આગ્રહ રાખવાની જરૂર નથી. ગાયત્રી મંત્ર, ૩ નમ: શિવાય, શ્રીકૃષ્ણ શvi મમ હૈ નમો માવતે વાસુદેવાય જેવા મહામંત્રને લઈને પણ ધ્યાન કરી શકાય. સાધકે એ વાત ધ્યાન રાખવી કે તે જે મંત્ર લે તે શકિતપ્રચુર હોવો જોઈએ અને તેનું લક્ષ્ય મોક્ષ હોવું જોઈએ. જૈનધર્મમાં પણ એવા કેટલાય પ્રભાવિક મંત્રો છે તેમાંથી જેની સાથે પ્રીતિ હોય તે મંત્ર લેવાશે તો સાધનામાં ચિત્ત સારી રીતે લાગશે. બાકી મૂળ વાત તો મંત્રની સહાયથી-ધ્યાનથી આપણા આત્મામાં પડેલી શકિતને જાગ્રત કરીને મોક્ષ - સુધી પહોંચવાની છે. તે માટે પૂર્વશરત સકળ કર્મોનો ક્ષયની છે.
રૂપસ્થ ધ્યાન ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર રૂપસ્થ ધ્યાનનો છે. રૂપસ્થ ધ્યાનનો વિષય ભગવાનની મૂર્તિ, ચિત્ર, ફોટો, પટ વગેરે હોઈ શકે છે. આ ધ્યાન બહુજનસમાજને વધારે અનુકૂળ રહે છે. એમાં વિધિ-વિધાનો ખાસ સાંચવવાનાં નહીં. વળી સામાન્ય રીતે લોકો પોત-પોતાના ધર્મનાં દેવમંદિરોમાં જતા હોય છે. એટલે ત્યાંના દેવ-દેવીઓ સાથે તેમને એક પ્રકારનો આત્મીય સંબંધ બંધાયેલો હોય છે. તેમના પ્રતિ પ્રીતિ અને આદરમાન હોય છે. આ ધ્યાનમાં આપણા માનેલા ઈષ્ટ દેવ-દેવીની મૂર્તિ-છબી કે ચિત્ર ઉપર એકાગ્ર થઈને ધ્યાન કરવાનું હોય છે. આ ધ્યાન સરળ છે. પણ તેનું ફળ અલ્પ નથી. તે સારી રીતે સધાયેલું હોય તો આત્માને છેક પરમાત્મા સુધી પહોંચાડવાની તેનામાં ક્ષમતા રહેલી છે. ધ્યાનવિચાર
વિચાર
.
૩૯