________________
પિંડસ્થ ધ્યાન પંચમહાભૂતોને અનુલક્ષીને કરવામાં આવતું ધ્યાન છે. તેની શરૂઆત ધારણાઓથી થાય છે. આ પાંચેય ધારણાઓમાં પ્રમુખતયા કલ્પનાનું જ આલંબન લેવામાં આવે છે. તેને સહારે આત્મા, રાગ-દ્વેષ રહિત થઈને, કર્મોનો સંવર અને નિર્જરા સાધતાં મોક્ષમાર્ગ પકડી લે છે. આવા પિંડસ્થ ધ્યાનનો જે આશ્રય કરે છે તે કીટક-ભ્રમર ન્યાયે છેવટે પોતાના સ્વભાવમાં આવતો જાય છે. જૈનધર્મમાં ધારણાનું મૂલ્ય અલ્પ નથી આંકવામાં આવતું. ધારણા સ્થિર થાય ત્યારે ધ્યાન બને છે અને તે જ આગળ જતાં સમાધિમાં પરિણમે છે. સમાધિમાં આત્મા પોતાનામાં જ સ્થિતિ કરીને રહે છે. જૈનધ્યાન, ગમે તે રીતે થાય પણ તેનું લક્ષ્ય કર્મોનાં ક્ષયનું જ રહે છે અને તે વાત સાધકે સતત નજર સમક્ષ રાખવી જોઈએ.
પદસ્થ ધ્યાન પદ એટલે મંત્રનું પદ એમ સમજીને આ ધર્મધ્યાન કરવાનું છે. મંત્રમાં વિવિધ અક્ષરો કે શબ્દોનું સંયોજન થયેલું હોય છે. તેના દરેક અક્ષરમાં ક્ષરણ ન થાય તેવી શકિત હોય છે. ઋષિ-મુનિઓએ તેમની અંતરસૂઝથી કેટલાય વિચારોને અંતે મંત્રપદોની રચના કરી હોય છે. મંત્રની રચના ધ્વનિશકિતને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી હોય છે. એ રીતે આ વાત વૈજ્ઞાનિક છે. મંત્રનું રટણ કરવાથી તેમાં રહેલી શકિતનો આર્વિભાવ થાય છે. મંત્રનું ધ્યાન કરવાથી તે શકિત આત્મસાત્ થવા લાગે છે. ધ્યાનમાં મંત્રના પદો કે અક્ષરો સાથે એકતા સાધવાની હોય છે. સાધના માટે જે મંત્ર સાથે આપણને પ્રીતિ હોય કે જેમાં શ્રદ્ધા હોય તે મંત્રની પસંદગી કરવી જોઈએ જેથી તેની શકિતનો આવિર્ભાવ સત્વરે થઈ શકે.
આ ધ્યાન સમજવા માટે આપણે અહીં સિદ્ધચક્રના બીજ મંત્ર ? નમ: લઈને વાત કરીએ. સ્થળ અને કાળની સાનુકૂળતા લક્ષમાં રાખીને સાધકે સુખાસને બેસી સૌ પ્રથમ ૩ અક્ષરને ચકચકિત શ્વેત વર્ણવાળો ચિંતવવો. ત્યાર પછી શ્વાસને રોકીને કુંભક કરતાં મંત્રનો જાપ કરતાં તેનું ધ્યાન શરૂ કરવું. પછી શ્વાસ સાથે મંત્રને અંદર બહાર થવા દેવો. તે વખતે શરીરને સ્થિર રાખવું. અન્ય કોઈ વિચાર ન કરવો અને વચ્ચે બીજી કોઈ વાતચીત કરવી નહીં. બાનવિચાર -