________________
પણ હવે શાંત થઈ ગયું છે. હવે તેમાં નથી વિચાર આવતાં કે નથી કલ્પના ઉડ્ડયન કરતી. બહાર અને અંદર બધું શાન્ત-સ્થિર અને નિસ્તબ્ધ. આ . વાયવી ધારણાથી કર્મની નિર્જરા થાય છે. સંકલ્પ-વિકલ્પ તું મન શાન્ત થઈ જાય છે અને પ્રસન્નતાનો અનુભવ થવા લાગે છે.
વાયવી ધારણા સ્થિર થયા પછી વારુણી ધારણા લેવામાં આવે છે. આ ધારણામાં વાદળોથી ઘેરાયેલા આકાશની કલ્પના કરવી. ત્યાર પછી આકાશમાં વરુણના બીજ મંત્ર વ’ ના ચિહ્નવાળું અર્ધચંદ્રાકાર વરુણમંડળ ચિંતવવું. આ વરુણમંડળમાંથી અમૃતમય જળની વર્ષા થતી હોય તેમ કલ્પના કરવી. કલ્પના ગાઢ થતાં ચિંતવવું કે આ વર્ષથી સમસ્ત આકાશતળ જાણે ભીંજાઈ ગયું છે અને ચારેય બાજુ શીતળતા પ્રસરવા લાગી છે. સાધકે શીતળતાનો અનુભવ કરવો. વાયવી ધારણા વખતે અગ્નિકુંડમાંથી ઊડેલી રાખને લીધે ધૂંધળું બની ગયેલું આકાશ હવે તો સ્વચ્છ થઈ ગયું છે એમ કલ્પવું. આમ ધારણા કરતાં સાધકે શાન્તિ અને શીતળતાનો અનુભવ કરવો. થોડીવાર સુધી સાધકે આ સ્થિતિમાં શાન્તિથી બેસી રહેવું. આ ધારણા સિદ્ધ થતાં સાધકના કષાયો શાન્ત થઈ જાય છે. અંતરમાં રહેલા સંકલેશો દૂર થતા જાય છે અને મન ઉદ્દેગરહિત થઈ જાય છે. કર્મમળથી લેપાયેલો આત્મા હવે નિર્મળ થઈ ગયો છે એમ કલ્પતાં પ્રસન્નતા અનુભવવી.
પિંડસ્થ ધ્યાનની છેલ્લી તત્ત્વભૂ ધારણા છે. આ ધારણા આગળની ધારણાઓના પરિપાકરૂપે છે. એમાં સાધકે ચિંતવવું કે હવે મેં મારાં કર્મોને ઉખાડીને ક્ષીરસાગરમાં વહાવી દીધાં છે અને કરીમાંથી પ્રગટેલી અગ્નિની
જ્વાળામાં બાળી નાખ્યાં છે. તેની રાખ પણ નભોમંડળમાં ઊડી ગઈ છે અને અમૃતવર્ષા થતાં તેય ઓગળી ગઈ છે. હવે હું શુદ્ધ અને બુદ્ધ થઈ ગયો છું. મારામાં આત્માની અનંત સંપદાઓનો આવિર્ભાવ થવા લાગ્યો છે, હું નિરંજન છું, નિરાકાર છું, શુદ્ધ સ્વરૂપ છું, નિર્લેપ છું.
આમ સતત ચિંતન કરતા રહેવાથી આત્મા વિભાવોમાંથી પાછો હઠશે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા લાગશે. આ ધારણાને તત્ત્વસ્વરૂપની ધારણા કહે છે. આ ભાવ જેમ ઘૂંટાતો જાય છે તેમ આત્મામાં પરિવર્તન થવા લાગશે. આ ધારણાથી આત્માના ગુણોની પ્રાપ્તિ થવા લાગે છે અને તેનો સંસાર પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે.
ધ્યાનવિચાર