________________
તેમાંથી તણખા નીકળી રહ્યા છે એમ કલ્પના કરવી; પછી તો તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે એમ ધારણા કરવી.
દરમિયાન હૃદયને સ્થાને આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી અને તેની પ્રત્યેક પાંખડી ઉપર કર્મની આઠ પ્રકૃતિઓ સ્થાપવી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય, મોહનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. આમ કમળની આઠ પાંખડીઓ ઉપર આઠ પ્રકારનાં કર્મ ચિંતવતા રહેવાં. ત્યારપછી આ હૃદયકમળ ખૂલેલી પાંખડીઓ સહિત અધોમુખે નાભિના કમળ ઉપર ઝૂમી રહેલું ચિંતવવું. થોડીક વારમાં નાભિકમળની કર્ણિકા ઉપરના મર્દ માંથી નીકળતી જ્વાળાઓથી હૃદયકમળની આઠેય પાંખડીઓ તેના ઉપર સ્થાપિત કરેલ આઠ પ્રકારનાં કર્મ સાથે સળગી રહી છે એમ ચિંતવવું. ત્યારપછી આખું હૃદયકમળ તેની સાથેનાં કર્મ સહિત બળી જતું કલ્પવું અને સાથે સાથે નાભિ ઉપરનું કમળ પણ સળગી જાય છે અને તેની બાજુમાં રાખનો ઢગલો થઈ જાય છે એમ કલ્પના કરવી. ' ત્યારપછી સાધકે શાન્ત ચિત્તે હળવા થઈને કોઈ જાતની કલ્પના કર્યા વિના બેસી રહેવું. થોડીક વારમાં સાધકને શાન્તિનો અને હળવાશનો અનુભવ થવા લાગશે. આ પ્રકારના ચિંતનથી સાધકનાં કર્મોની નિર્જરો થાય છે. કષાયો શાન્ત થાય છે અને સાધક જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં સ્થિર થતો જાય છે. - ધર્મધ્યાનના પિંડસ્થ ધ્યાનની ત્રીજી મારુતિ ધારણા છે. પ્રથમની બે ધારણાઓમાં સારી રીતે પ્રવેશ થયા પછી ત્રીજી ધારણાનો અભ્યાસ કરવો જોઈએ. આ ધારણાને વાયવી ધારણા પણ કહે છે. એમાં પ્રથમ કલ્પના કરવાની કે ધીમે ધીમે પવન વાવા લાગ્યો છે અને ઉત્તરોત્તર તે જોર પકડતો જાય છે. પછી તો તે ઝંઝાવાતી બની જાય છે. તેના પ્રભાવે જાણે પહાડો ઢોલવા લાગ્યા છે, વૃક્ષો ઊખડી પડે છે, સાગરો ખળભળવા લાગ્યા છે. આવા ઝંઝાવાતી પવનથી પૃથ્વી ઉપર બધું વેરણછેરણ થઈ રહ્યું છે. આગળની આગ્નેયી ધારણા વખતે નાભિકમળ અને હૃદયકમળ સળગી જવાને કારણે રાખનો જે ઢગલો થયો હતો તે ઊડી ગયો છે. પરિણામે વાતાવરણ સહેજ ધૂંધળું થઈ ગયું છે. થોડીકવાર આ ધારણા કર્યા પછી કલ્પના કરવાની કે હવે વંટોળ શમી રહ્યો છે અને બધે વંટોળ પછીની શાન્તિ પ્રવર્તે છે. તેની પછી સાધકે એમ અનુભવ કરવો છે કે તેનું ચિત્ત બાનવિચાર
૩૫