________________
લક્ષ્યને સિદ્ધ કરવાનું તેને મન થાય છે.
ધર્મધ્યાનના આ ચારેય પ્રકારોમાં ધ્યાન માટે વિચારોનું આલંબન લેવામાં આવે છે. માણસ માટે વિચાર એ સહજ પ્રવૃત્તિ છે. તેથી આધ્યાન કરવું સરળ લાગે છે. જો કે આ ધ્યાનનો આશય સંસારમાં શું છોડવા જેવું છે, શું જાણવા જેવું છે, શું પ્રાપ્ત કરવા જેવું છે તે પ્રતિ સાધકને જાગ્રત કરીને ધર્મમાં લાવવાનો અને મોક્ષમાર્ગે ચઢાવવાનો છે અને તે માટે વિચારને જ આલંબન બનાવવામાં આવે છે - તે તેની વિશિષ્ટતા છે. આ ધ્યાન કરનાર સમય જતાં ધર્મમાં આવી જાય છે અને ભવિતવ્યતા હોય તો કાલાંતરે મોક્ષની વાટ પણ પકડી લે છે.
આ ચારેય પ્રકારનાં ધ્યાન કરવા માટે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું થોડુંક પણ જ્ઞાન આવશ્યક છે જે સાધકે યોગ્ય ગુરુ પાસેથી મેળવી લેવું જોઈએ. જો તે શક્ય ન હોય તો આ લેખકે પ્રસિદ્ધ કરેલ કર્મસાર, જૈન ધર્મનું હાર્ટ, જૈન આચાર મીમાંસા પુસ્તકો જો સુલભ હોય તો મેળવી લઈને વાંચી લેવાં. આ પુસ્તકો ધ્યાન માટે સહાયક બની રહે તેવાં છે.
આમ જોઈએ તો આ ધ્યાનો જૈન ધમઓને વધારે અનુકૂળ રહે તેવાં છે પણ અન્ય ધર્મના આરાધકો પોતાના ભગવાનની આજ્ઞા અને તેમાંથી ફિલિત થતા ધર્મનું ચિંતન કરીને આ ધ્યાન કરીને લાભાન્વિત થઈ શકે છે. પણ તેમની આજ્ઞા મોક્ષલક્ષી હોવી જોઈએ અને સંસાર વધારનારી ન હોવી જોઈએ. .
ધર્મધ્યાન (ભેદ-૨) ધર્મધ્યાનના પ્રથમ ભેદમાં વિચારનું આલંબન લઈને ધ્યાન કરવાનું હતું તો બીજા ભેદમાં કલ્પનાનું આલંબન લઈને ધ્યાન કરવાનું છે. અન્ય ધ્યાનધારાઓ કરતાં આ વાત જુદી પડી જાય છે. આ ભેદમાં ચાર પ્રકારે , ધ્યાન થાય છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત.
પિંડસ્થ પિંડ એટલે શરીર. શરીર પાંચ મહાભૂતોઃ પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશનું બનેલ હોય છે. આત્મા વિનાનું શરીર જડ હોય છે પણ તેને વ્યાપીને રહેલ આત્માને કારણે તે જીવંત બને છે. આ ધ્યાનની વિશિષ્ટતા એ છે કે જે પાંચ મહાભૂતોને આશ્રયીને શરીર બનેલું છે તેનું બાનવિચાર