Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 32
________________ ધર્મધ્યાન ધર્મધ્યાન શબ્દ જૈન પરંપરાનો શબ્દ છે. વાસ્તવિકતામાં જૈનધર્મ પ્રરૂપિત ધ્યાનની શરૂઆત જ અહીં થાય છે. ધર્મધ્યાનના બે ભેદ બતાવવામાં આવ્યા છે. તેના પ્રથમ ભેદમાં (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચર્યની વાત આવે છે. આ ચારેય પ્રકારમાં વિચારના નિરોધની વાત નથી કે એકાગ્રતાની વાત નથી, પણ વિચારનું અવલંબન લઈને જ આ ધ્યાન સાધવાનાં છે. ધર્મધ્યાનની શરૂઆત આજ્ઞાવિચયથી થાય છે. વિચય એટલે વિચારણા. એમાં ભગવાનની આજ્ઞા વિશે વિચારણા કરવાની હોય છે. ભગવાને મોક્ષની પ્રાપ્તિ માટે જે તત્ત્વ ભાખ્યું છે – તેના ઉપર વિશદ રીતે વિચારણા કરવાની હોય છે. મોક્ષની પ્રાપ્તિ માટે ભગવાને જે આદેશ, ઉપદેશ વગેરે આપ્યાં હોય તેના ઉપર ચિંતન કરવાનું હોય છે. જૈન ધ્યાનમાં તો આ વિચારણા પ્રમુખતયા કર્મના સંવર અને નિર્જરાને અનુલક્ષીને જ વધારે થવાની, કારણ કે જૈન ધર્મે સકલ કર્મના ક્ષયને જ મોક્ષ કહ્યો છે. એનો અર્થ એ થયો કે આ વિચારણામાં વિશેષતઃ કર્મબંધ, સંવર, નિર્જરી, કર્મક્ષય વગેરેની જ વાતો આવે. આ માટે જૈનધર્મના કર્મસિદ્ધાંતનું થોડુંક જ્ઞાન હોવું જરૂરી થઈ પડે છે. જો સાધક અજૈન હોય અને તેને જૈન ધર્મના કર્મસિદ્ધાંતની જાણકારી ન હોય અને તેણે આ ધ્યાન કરવું હોય તો તે પોતાના ધર્મના ભગવાનની આજ્ઞા અને આદેશ-ઉપદેશ ઉપર વિચારણા કરી શકે; પણ આ વિચારણા સંસારના સુખ માટેની ન હોવી જોઈએ અને તે મોક્ષલક્ષી જ હોવી જોઈએ. ધર્મધ્યાનનો બીજો પ્રકાર છે અપાયરિચય ધ્યાન અપાય એટલે કષ્ટ-દુઃખ. જીવનમાં આવી પડતાં દુઃખો-કષ્ટો-નિષ્ફળતાઓ વગેરે ઉપર આ ધ્યાનમાં વિચારણા કરવાની હોય છે. આ સંસારમાં કંઈ પણ આકસ્મિક બનતું નથી. માણસ દુઃખી હોય છે તો તેના દુઃખનું કારણ હોય છે. તે વિના તેને દુઃખ પડતું નથી. આ દુઃખનું કારણ તેના આ જન્મનાં કે આગળના ભવોનાં કર્મમાં હોય છે. આ કર્મ કેવી રીતે બંધાયાં હશે, હવે તે વિશે શું થઈ શકે ઇત્યાદિ ઉપર વિચારણા કરવાની હોય છે. આ ધ્યાનમાં કેવળ આપણાં જ કર્મનો વિચાર ન કરતાં અન્ય જીવોનાં ધ્યાનવિચાર,

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114