________________
ચાલાકીનો ભોગ બનેલા લોકોને દુઃખી થતા જોઈને તેમને આનંદ આવતો હોય છે.
સંરક્ષણાનુબંધી ધ્યાન એ રૌદ્રધ્યાનનો ચોથો પ્રકાર છે. તેમાં પોતાના સંરક્ષણની અને પોતાની પાસે જે ધન-દોલત, વાડી-વજીફા-વેપાર-ધંધો વગેરે જે હોય તેને કોઈ પણ ભોગે સાચવવાના વિચારો સતત ચાલતા હોય છે. તેમાં અન્યની હિંસાની કે ચોરીની વાત પ્રમુખ નથી પણ પોતે જે કંઈ મેળવ્યું હોય તે તેમની પાસેથી કોઈ ઝૂંટવી ન જાય, પડાવી ન જાય તેની વ્યવસ્થા વિશે તેઓ સતત ચિંતા કરતા હોય છે. આ લોકો પોતાની સંપત્તિના અને સત્તાના રક્ષણ માટે કંઈ પણ કરતાં અચકાતા નથી. આ ધ્યાનમાં મોહની માત્રા પ્રચુર હોય છે. બાકી અન્ય રૌદ્રધ્યાનો કરતાં આ હળવો પ્રકાર છે.
આ ચારેય પ્રકારનાં રૌદ્રધ્યાનોમાં એક મહત્ત્વની વાત એ છે કે આવા જીવો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ગમે તેટલી નીચી કક્ષાએ જઈ શકે છે. તે માટે તેઓ કોઈનો ઘાત કરતાં, ખોટું બોલતાં કે કોઈનો ભોગ લેતાં અચકાતા નથી હોતા.
આમ જોઈએ તો પૂર્વ કર્મના યોગે કે ખરાબ નિમિત્તો મળવાથી જીવમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં પરિણામો જાગે છે. તેમાં એક સરખી તીવ્રતા હોતી નથી, પણ સમય અને સંજોગો પ્રમાણે તરતમતા પ્રવર્તતી હોય છે. આ ધ્યાનો માટે પૂર્વકર્મનો દોષ કાઢીને બેસી રહેવાનું નથી. તેને બદલે ઉદયમાં આવેલાં કર્મોને આત્માના પુરુષાર્થથી દેવ-ગુરુ અને ધર્મની સહાયથી પાછાં હઠાવીને આ ધ્યાનોથી બચવાનું છે. આ કર્મોનો પૂર્ણ પરાભવ ન થઈ શકે તો તેમને નબળાં તો પાડી શકાય અને તેને સમતાપૂર્વક વેદીને તેની અસર ઓછી કરી શકાય. પણ એક વાત નિશ્ચિત છે કે જ્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન • બેઠાં હોય ત્યાં સુધી ધર્મધ્યાનનો પાયો નાખી શકાય નહીં. તેમ છતાંય જો કોઈ નાખે તો તેના ઉપર ઊભી કરેલી ઇમારત ઝાઝું ટકે નહીં. દુર્ધ્યાનો દૂર કર્યા વિના અન્ય ધ્યાન કરતા હોઈએ તો તેનૌ થોડોક લાભ કદાચ વર્તાય, જરા શાંતિ લાગે કે તાણ ઓછી રહે પણ તે સ્થિતિ લાંબો સમય ટકે નહીં.
ધ્યાનવિચાર
૨૯