________________
કર્મો અને તેને કારણે તેમને ભોગવવાં પડતાં કષ્ટોનો પણ વિચાર કરી શકાય. આમ ધર્મનો આધાર લઈને વિધ વિધ રીતે કષ્ટ વિશે - દુઃખ વિશે વિચારણા કરતાં માણસના અંતરના ભાવો કોમળ થતા જાય છે. માણસના વાણી-વર્તનમાં ફેર પડતો જાય છે અને તે ધર્મમાં આવતો જાય છે.
| ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર વિપાકવિચય છે. આ ધ્યાનમાં કર્મના વિપાક વિશે વિચારણા થાય છે. બાંધેલું કર્મ કયારે પાકે અને તેની અસરો બતાવે, તેને પાકતાં કેટલો સમય લાગે, કેટલા વેગથી કે તીવ્રતાથી તે સુખદુઃખ આપે. આત્મા ઉપર કેટલો સમય રહેશે પછી તે કયારે ખરી જશે વગેરે વાતો ઉપર આ ધ્યાનમાં વિચારણા કરવામાં આવે છે. અહીં કર્મના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ વગેરેની પણ વિચારણા કરી શકાય. વિપાકોદય સાથે કર્મના પ્રદેશોદયનો પણ વિચાર કરી શકાય. કર્મને લાગતાં આઠ કિરણોનો પણ વિચાર થઈ શકે.
આમ કર્મના વિપાક વિષયક વિવિધ રીતે ચિંતન કરવાને કારણે જીવ લઘુકર્મી થાય છે. તેનો ઉપયોગ ધર્મમાં રહે છે. અશુભ કર્મના બંધ થતા નથી અને થાય તો અલ્પ થાય છે. આ ધ્યાન માટે કર્મના સિદ્ધાંતનું સારું એવું જ્ઞાન જરૂરી બની રહે છે. | ધર્મધ્યાનનો ચોથો પ્રકાર છે સંસ્થાનવિચય. સંસ્થાન એટલે સંરચના. એમાં સંસાર કેવા આકારનો છે, ત્રણ લોક ક્યાં આવેલા છે, તેનો આકાર વગેરે કેવાં છે, તેમાં વસતા જીવોની શું સ્થિતિ હોય છે, તેઓ કેવા પ્રકારનાં સુખ-દુઃખ ભોગવે છે, તેમાંથી છૂટીને જીવ લોકના અગ્રભાગે જાય છે તે સિદ્ધશિલા કેવી હોય છે, ત્યાં સ્થિતિ કરી રહેલા સિદ્ધાત્માઓ કેવા હોય છે ઇત્યાદિ બાબતોનો વિચાર કરી શકાય. સાધક આ લોકનો વિચાર કરતાં કરતાં અલોકનો પણ વિચાર કરી શકે. આવું ચિંતન કરવા માટે જૈન ધર્મમાં જે છે દ્રવ્યોનું નિરૂપણ થયેલ છે તેનો ખ્યાલ હોવો જરૂરી છે. આ ધ્યાનનો આશય સદાય ચંચળ રહેલા મનને થકવી નાખીને સ્થિર કરવાનો પણ કદાચ હોઈ શકે. આવી વિચારણા કરતાં સાધકને અસીમ અસ્તિત્વનો ખ્યાલ આવે છે અને તેમાં નિરંતર ભ્રમણ કરતા જીવને તેમાંથી છૂટવા માટેનો વિચાર આવે છે. મોક્ષ કયાં છે, કેવો છે, મોક્ષ એટલે શું, સિદ્ધાત્માઓનું સામર્થ્ય શું ઇત્યાદિ બાબતોનો વિચાર કરતાં તે ધર્મ તરફ વળે છે અને મોક્ષના અંતિમ ૩૨
ધ્યાનવિચાર