________________
આ રીતે ૐ નું ધ્યાન થોડોક સમય કર્યા પછી સર્વ પદનું એ જ રીતે રટણ કરતાં ધ્યાન ધરવું. સર્વ પદ ઘણું શક્તિશાળી છે. તેને ધ્યાનના કેન્દ્રમાં રાખવાનું છે તેથી તેનું ધ્યાન વધારે સમય માટે કરવાનું છે. ચિત્તમાં ચકચકિત શ્વેત વર્ણવાળો મંત્ર બરોબર સ્થાપિત થઈ જાય. પછી સર્વ પદને શરીરના નાભિ, વક્ષસ્થળ, કંઠમણિ બે ભ્રમરની વચ્ચે, નાસિકાના અગ્રસ્થાને, લલાટ ઉપર, શિરમાં તાળવાના મધ્યભાગ ઉપર અને છેવટે શિરની ચોટી (શિખર) ઉપર ઉત્તરોત્તર ગોઠવીને ધ્યાન કરવું . શરીરનાં આ મર્મસ્થાનો છે. તે સ્થળો કર્મથી ઓછાં આવૃત હોય છે એટલે ત્યાંથી ચેતનાનો સ્પર્શ સત્વરે થઈ શકે છે જેથી મંત્રની અસર તત્કાળ વર્તાય છે. બને તો દરેક મર્મસ્થાન ઉપર કુંભક કરીને નું ધ્યાન ધરવું. આ ધ્યાનમાં સ્થિરતા થયા પછી સર્વ મંત્રને કલ્પના કરીને શરીરની બહાર કાઢી ચારેય દિશાઓ અને વિદિશાઓમાં લઈ જઈને સ્થાપિત કરીને ચિંતવવો. ત્યાર પછી મધ્યાકાશમાં અને સ્થાપિત કરીને તેનું ધ્યાન કરવું. છેવટે તેને લોકના અગ્રભાગે સિદ્ધશિલા ઉપર કલ્પીને કુંભક કરતાં મર્દ નું ધ્યાન ધરવું.
ગઈ નું સ્થાન બદલતી વખતે તે ધ્યાન રાખવું કે એક સ્થાન ઉપર તે સ્પષ્ટ - સુરેખ અને ચકચકિત દેખાય પછી તેને અન્ય કેન્દ્ર ઉપર લઈ જઈને ધ્યાન કરવું. બાકી મંત્ર એક સ્થાને સ્થિર થયો ન હોય તો ત્યાંનું સ્થાન બદલતા રહેવાથી ધ્યાનનો લાભ નહીં થાય.
સિદ્ધશિલા ઉપર ગઈ મંત્રને સ્થાપિત કર્યા પછી ચિંતવવું કે હવે મારો આત્મા ના પદને પામ્યો છે. તેનામાં તેની બધી યોગ્યતાઓ પ્રગટ થઈ રહી છે. તે વખતે સાધકે ચિંતવવું કે મારામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત સુખ પ્રગટ થઈ રહ્યાં છે.
અહીં સ્થિર થયા પછી આપણે લીધેલા મંત્રપદના અંતિમ શબ્દ નમ: નું ધ્યાન કરવું. અગાઉ અક્ષરને ધ્યાનમાં જેવો શ્વેત વર્ણનો અને ચક્યકિત જોયો હતો, તે રીતે નમ: પદને પણ ચિંતવવું. આ ધ્યાન બહુ લાંબુ કરવાનું નથી. આપણા ધ્યાનનું કેન્દ્ર ગઈ છે – તેના ઉપર જ આપણે વધારે સમય સ્થિર રહીને ચિંતવન કરવાનું છે. પરંતુ શબ્દ જૈનોના પારિભાષિક શબ્દ છે. ગઈ એટલે જેણે સર્વ યોગ્યતાઓ પ્રાપ્ત કરી લીધી છે. એ રીતે તે પરમાત્મપદનો વાચક શબ્દ છે. ૩૮
ધ્યાનવિચાર