________________
રૌદ્રધ્યાન
દુર્ગાનમાં બીજું રૌદ્રધ્યાન છે – જેનાથી સાધકે સદંતર બચવાનું છે. આ રૌદ્રધ્યાનમાં રાચતા રહીને ધર્મધ્યાન કરવાની વાત કરવી તે તદ્દન નાસમજી ' છે. રૌદ્રધ્યાન ક્રૂર પરિણામી છે. આવા માણસોના મનમાં કોઈને મારવાના, છેતરવાના, કોઈનું પડાવી લેવાના અને પોતાને મળેલું કોઈ લઈ જાય નહીં તેની ગોઠવણ કરવાના વિચારો સતત ચાલતા હોય છે. આ વિચારો કરતી વેળાએ માણસના મનના ભાવો અતિ ક્રૂર, ઘાતકી અને નિહદથી હોય છે . એટલું જ નહીં પણ તેમાં તેને આનંદ આવતો હોય છે. આવા લોકો સહેજમાં કોઈની હિંસા કરતાં પાછા પડતા નથી. એમાં પાપ જેવું તેમને કંઈ લાગતું નથી. સ્વભાવે તેઓ ઉદ્ધત અને દયા વગરના હોય છે. વાતે વાતે ગુસ્સે થનારા હોય છે. તેમનો અહં ઘણો વકરેલો હોય છે. તેમને ધનનો, કુળનો, બળનો અને સત્તાનો મદ હોય છે. તેની આડે તેમને પોતાના સ્વાર્થ વિના બીજું કંઈ દેખાતું હોતું નથી.
રૌદ્રધ્યાનના હેતુને લક્ષમાં રાખીને તેનો ચાર પ્રકારે વિચાર થાય છે. હિંસાનુબંધી, અસત્યાનુબંધી, ચૌર્યાનુબંધી અને સંરક્ષણાનુબંધી.
હિંસાનુબંધી ધ્યાનમાં અન્ય જીવોને મારવા કે મરાવવાના વિચારોમાં રાચવાની વાત છે. તેમાં રૌદ્રતા, ભયંકરતા, ક્રૂરતા, કઠોરતા, દુષ્ટતા વગેરે ભાવોની પ્રબળતા હોય છે. આવા લોકોમાં દયા જેવું કંઈ હોતું નથી, સ્વાર્થ સિવાય તેમની કોઈ નીતિ હોતી નથી. જીવોને રિબાવવામાં - કચડવામાં તેમને આનંદ આવે છે. આવા લોકોની મરણોત્તર ગતિ નરકની હોય છે.
અસત્યાનુબંધી ધ્યાનમાં રહેનારા માણસોને અન્ય લોકોને ઠગવામાં, છેતરવામાં, ફસાવવામાં આનંદ આવતો હોય છે. તેઓ તે માટે કેવી કેવી તરકીબો કરતા હોય છે. એમની જાળમાં ફસાયેલા લોકોને તરફડતા જોઈને તેમને આનંદ આવતો હોય છે. તે વખતે તેઓ પોતાની ચાલાકી ઉપર મુસ્તાક બનીને રાચતા રહે છે. આ ધ્યાનમાં કપટની પ્રબળતા હોય છે.
ચૌર્યાનુબંધી નામનું ત્રીજું રૌદ્રધ્યાન છે. આ ધ્યાનમાં રાચતા લોકોના મનમાં હંમેશાં ચોરી કરવાના - લૂંટફાટ કરવાના, કોઈની ધનસંપત્તિ પડાવી લેવાના, કોઈની સ્ત્રીને વશ કરવાના વિચારો ચાલતા હોય છે. તેમની
૨૮
ધ્યાનવિચાર