________________
આર્તધ્યાન ધર્મધ્યાનમાં પ્રવેશ કરતાં પહેલાં જે બે દુધ્ધનોથી મુક્ત થવાનું છે તેને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કહે છે. આર્ત એટલે પીડા-વધારે તો માનસિક પીડા અને તે દૂર કરવા માટે જે વિચારણા થાય તેને આર્તધ્યાન કહે છે. માણસને પીડા બે પ્રકારની થાય છે. શરીરની અને મનની. આર્તધ્યાનમાં માનસિક દુઃખની વાત વધારે છે. માણસ ચાર રીતે આવી માનસિક પીડા ભોગવે છે. (૧) અનિષ્ટ- ન ગમતા વિષયોના સંયોગથી, (૨) ઇષ્ટ -
ગમતા વિષયોના વિયોગથી (૩) રોગ કે માંદગીને કારણે અને (૪) તીવ્ર રાગને કારણે કે તીવ્ર દ્વેષને કારણે. જ્યાં સુધી આ ચારેય પ્રકારનાં ધ્યાન આપણામાં વિદ્યમાન હોય ત્યાં સુધી આપણો ધર્મધ્યાનમાં વાસ્તવિક પ્રવેશ થઈ શકતો નથી.
માણસને અમુક વિષયો, વસ્તુઓ અને વ્યકિતઓ સાથેનો સંયોગ ગમતો હોય છે. તેના વિના મનને ચેન પડતું નથી અને જો તે વિષયોની પ્રાપ્તિ ન. થાય તો તેને મેળવવા, તેનો સંયોગ સાધવા તે અહર્નિશ ચિંતવન કર્યા કરે છે. તેને ઇષ્ટ વિયોગ નામનું આર્તધ્યાન કહે છે. •
જીવનમાં સુખ-સુવિધા મેળવવા માટે ગમતા વિષયોની પ્રાપ્તિ કરવા માટે પુણ્યકર્મ જોઈએ અને જો તે ન હોય તો તે બધાં સુખ-સુવિધા ન મળે છતાંય માણસ તેનું જ ચિંતવન કર્યા કરે છે. '
એનાથી વિપરીત વાત પણ બને છે. માણસને જીવનમાં ન ગમતાપ્રતિકૂળ વિષયો, વસ્તુઓ અને વ્યકિતઓ કે સંજોગોનો સતત સંયોગ રહે છે. તેનાથી માણસે પરેશાન થઈ જાય છે અને છૂટવા માટે સતત વિચારો કર્યા કરે છે. તેને અનિષ્ટ સંયોગ નામનું આર્તધ્યાન કહે છે. પાપકર્મનો ઉદય હોય તો ન ગમતા વિષયોનો સંયોગ થાય છે. તે વિના પાપકર્મ ભોગવાય કેવી રીતે? પાપકર્મનો ઉદય પ્રવર્તતો હોય તો ગમે તેટલો પુરુષાર્થ કરો કે બુદ્ધિ લડાવો પણ અનિટ અર્થાત્ ન ગમતા વિષયોનો સંયોગ થવાનો જ. તે વિશે સંકલેશ કર્યા કરવાથી પરિસ્થિતિ બદલાતી નથી.
આર્તધ્યાનની ત્રીજો પ્રકાર રોગા ધ્યાન છે. જીવ માત્રને રોગ ગમતો નથી. પીડા કોને ગમે? કંઈ પણ થાય એટલે તેનાથી છૂટવા માણસ કેટલાય
ધ્યાનવિચાર