________________
૧. સહજ ધ્યાન
તિબેટના ઊંચે આવેલા દુર્ગમ પહાડી પ્રદેશમાં વયોવૃદ્ધ લામાનો મઠ હતો. વયમાં અને વિઘામાં તે સૌથી મોટા હતા. મઠમાં સૌ તેમને રેમ્પચે કહી આદર આપતા હતા. મઠ વસ્તીથી ઘણો દૂર હતો. તેથી ત્યાં બહારના માણસોની ખાસ અવરજવર રહેતી નહીં. ક્યારેક દૂર દૂરથી કોઈ લામા કે પરદેશી તેમને મળવા આવતા હતા. બાકી તો નજીકના પહાડી પ્રદેશમાંથી ત્યાંના આદિવાસીઓની મઠમાં થોડીક અવરજવર રહેતી. મઠ દુર્ગમ પ્રદેશમાં આવેલો હતો. છતાંય રેપુરોને કારણે તેની કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. રેમ્પચે આમ તો મધ્યમ વયના હોય તેવા દેખાતા હતા. પણ લોકોમાં કહેવાતું કે તેમની વય સો વર્ષની હશે. મઠની બીજી એક વિશિષ્ટતા એ હતી કે તેમાં પુરાણી હસ્તપ્રતોનો ભંડાર હતો. જેમાં ગૂઢ વિઘાઓ સચવાયેલી હતી. રેમ્પચે આ હસ્તપ્રતો કાઢીને કયારેક વાંચતા હતા અને સાધના કરતા હતા. રેમ્યુચેની ગૂઢ વિદ્યાઓની જાણકારી વિશે પણ કેટલીય વાતો વહેતી હતી. - લામાઓ આમ તો બૌદ્ધ ધર્મ જ પાળતા હોય છે. તેમના આરાધ્ય દેવ બુદ્ધ જ હોય છે. છતાંય કેટલીક બાબતોમાં તેઓ બૌદ્ધ ધર્મથી અલગ પડી જાય છે. તેમની સાધનાપદ્ધતિ બૌદ્ધ ધર્મની સાધના કરતાં થોડીક જુદી હોય છે. લામાઓ ગૂઢ ચમત્કારી વિદ્યાઓના ઉપાસક હોય છે. આવી ચમત્કારી વિદ્યાઓની સાધના માટે તેઓ વસ્તીથી દૂર દુર્ગમ પ્રદેશોમાં વસતા હોય છે. સિદ્ધગુરુ અધિકારી લામાને જ ગૂઢ વિદ્યાની દીક્ષા આપતા હોય છે. તેમ છતાંય અન્ય લામાઓ પણ કંઈ ને કંઈ મંત્ર લઈને સાધને તો કરતા જ હોય છે. તેને કારણે તેમના આવા મઠમાં પ્રવેશનારને એક પ્રકારની ગૂઢતાનો અહેસાસ થાય છે.
આ વયોવૃદ્ધ લામાનો મઠ તિબેટના રાજમાર્ગથી આડે ફંટાયેલા દુર્ગમ આ પ્રદેશમાં હતો. ત્યાં પહોંચવા માટે રીતસરનો રસ્તો ન હતો. પણ અહીં તહીં પથરાયેલી કેડીઓ પકડીને ત્યાં જવું પડતું. તેમ છતાંય આ સિદ્ધ લામાને
ધ્યાનવિચાર