________________
ખાલી તો નહીં જતા હોય ને!”
બોકાઈએ જરા લાચારી બતાવતાં કહ્યું, “સમ્રાટ, હું તમને શું કહ્યું? ત્યાં ભિખુઓ કંઈ જ કરતા હોતા નથી. કેવળ ખાલી જ બેઠા હોય છે.”
સંત બોકાઈ વિચક્ષણ હતા. તેમણે લાગ્યું કે વાત તાત્ત્વિક છે પણ જો તે નહીં કહું તો સમ્રાટના મનમાં મઠ વિશે ખોટો ખ્યાલ બંધાશે. મઠ માટે તે ઠીક નહીં થાય. તેમણે સમ્રાટને કહ્યું, “એ સ્થળે કોઈ ખાનગી પ્રવૃત્તિ થતી નથી. ત્યાં કોઈ ગૂઢ સાધના પણ થતી નથી. મેં આપને જે કંઈ કહ્યું તે બધું અક્ષરશ: સાચું છે પણ આપના મનમાં સંદેહ રહી જાય છે માટે આપ પાછા ફરો. હવે તમે એ કક્ષને જોઈને જ જવાનું રાખો.'
સમ્રાટે ઔપચારિક વિવેક કરતાં કહ્યું, “એવી કંઈ જરૂર નથી. પણ હવે તમે કહો છો તો ચાલો એ સ્થળ પણ જોઈ લઈએ જેથી મન હળવું થઈ જાય.” અને સમ્રાટ પાછા વળ્યા. *
બોકાઈ સમ્રાટને લઈને છેવાડે આવેલી તે જગા ઉપર પહોંચ્યા. ત્યાં જતાં પહેલાં બોકાઈએ સમ્રાટને સંપૂર્ણ મૌન રાખવા કહી રાખ્યું હતું. ત્યાં એક સાદો સ્વચ્છ ખંડ હતો. બોકાઈએ હળવેથી ખંડનું બારણું ખોલ્યું. ખંડમાં ભગવાન બુદ્ધની એક ધ્યાનસ્થ પ્રતિમા હતી. નજીકમાં પ્રગટાવેલા ચાર દીવાઓની ઝળહળ થતી જ્યોતમાંથી ખંડમાં મંદ પ્રકાશ રેલાતો હતો. થોડીક વાર નજર કરતાં સમ્રાટે જોયું તો ચાર-છ ભિખુઓ અહીં તહીં ધ્યાનસ્થ થઈને બેઠેલા હતા. થોડીક વાર ત્યાં ઊભા રહ્યા પછી બોકાઈ અને સમ્રાટ બહાર નીકળી ગયા.
બહાર આવ્યા પછી બોકાઈએ સમ્રાટને કહ્યું, “આ અમારો ધ્યાનકક્ષ છે. અહીં કંઈ કરવા કે કરાવવામાં આવતું નથી. અહીં પ્રવૃત્તિ માત્રનો નિષેધ છે. આપ મને પૂછ્યા કરતા હતા કે આ જગાએ શું થાય છે? હું તેનો શું ઉત્તર આપું? તેથી હું એ વિશે મૌન રહેતો હતો. આપને લાગ્યું કે હું કંઈ છુપાવું છું.” - સમ્રાટ બોલ્યા, “આ ભિખુઓ...” અને તેમણે વાત અડધેથી છોડી દીધી.
બોકાઈએ કહ્યું, “સાધનામાં આગળ વધેલા ભિખુઓ કોઈ પણ સમયે અહીં આવીને ધ્યાનમાં રહે છે. ઠીક લાગે તેટલો સમય ધ્યાનમાં રહે ધ્યાનવિચાર