________________
ધ્યાનને ધર્મમાં દુર્બાન કહેવામાં આવે છે. દુર્ભાન આદરવાલાયક નથી, પણ છોડવા જેવાં હોય છે. વિનાશ વેરે તેવું ધ્યાન તો, હોય તેના કરતાં ન હોય તો વધારે સારે.
માખી બેસે અને તેને ઉડાડવા માટે ધ્યાન બહાર હાથ ઊંચો થઈ જાય તેને બેધ્યાન કહેવાય. માખી અંગ ઉપર બેઠી છે અને તેને ઉડાડવી છે – એ લક્ષ્ય સાથે હાથ ઊંચો થાય તે ધ્યાન કહેવાય, અને બેઠેલી માખીને મારવાના ઇરાદાથી જાગરૂકતાપૂર્વક હાથ ઊંચો થાય તેને દુર્બાન કહેવાય. આટલો ભેદ સમજવા જેવો છે. જાગરૂકતા સારી પણ વિવેક વિનાની જાગરૂકતા ખોટી..
હોવું એ જ ધ્યાન ઝેન પંથમાં બોકાઈ નામના એક સંત થઈ ગયા. જ્ઞાન-ધ્યાનમાં તેઓ સારા એવા આગળ વધેલા હતા. નગરની વસ્તીથી દૂર તેમનો મઠ આવેલો હતો. તેમાં પાંચસો ભિખુઓ રહેતા હતા અને બોકાઈના માર્ગદર્શન હેઠળ સાધના કરતા હતા. બોકાઈ અગમ-નિગમની વિદ્યાઓના જાણકાર છે એવી વાત પણ લોકોમાં ચર્ચાતી હતી. તેથી દેશ-પરદેશથી પણ કેટલાક જિજ્ઞાસુઓ મઠની મુલાકાતે આવતા હતા. મઠની કીર્તિ વિશેની વાતો સાંભળીને જાપાનના સમ્રાટને પણ મઠની મુલાકાત લેવાનું અને બોકાઈને મળવાનું મન થયું. તેમણે પોતાનો ખાસ દૂત મોકલીને બોકાઈને પોતાની ઇચ્છા જણાવી અને પોતાની મુલાકાત માટે દિવસ અને સમય નક્કી કર્યા. અગાઉથી નક્કી કરેલા દિવસે અને સમયે સમ્રાટ બોકાઈના મઠમાં આવી પહોંચ્યા. મઠના પ્રાંગણમાં બોકાઈએ તેમનું સ્વાગત કર્યું. ઔપચારિક સ્વાગત થઈ ગયા પછી સમ્રાટ બોકાઈની સાથે મઠ જોવા માટે નીકળ્યા.
બોકાઈ સમ્રાટની સાથે રહીને ફરી ફરીને સમ્રાટને મઠ બતાવતા જાય અને મઠમાં થતી વિવિધ પ્રવૃત્તિઓથી તેમને અવગત કરાવતા હતા. બોકાઈએ સભાખંડ બતાવ્યો, મુખ્ય મંદિર બતાવ્યું અતિથિગૃહ બતાવ્યું, ગ્રંથાલય અને અભ્યાસખંડ બતાવ્યા. ત્યાર પછી ભિખુઓના આવાસો બતાવતાં તેમની સાધના વિશે બોકાઈએ સમ્રાટને વાત કરી. સમ્રાટ બોકાઈ સાથે ફરીને બધી ધ્યાનવિચાર
૧૫