________________
અને હાથ પુનઃ નીચે આવીને યથાવત્ ગોઠવાઈ ગયો. બુદ્ધની સાથે ચાલી રહેલા આનંદના ધ્યાન બહાર બુદ્ધની આટલી નાનીશી ચેષ્ટા પણ ન રહી. તેણે બુદ્ધ સામે જોયું. પણ બુદ્ધ તો પુનઃ યથાવત્ ચાલી રહ્યા હતા એટલે આનંદ કંઈ બોલ્યો નહીં. વિહાર થતો રહ્યો.
સંઘ થોડેક દૂર આગળ વધ્યો હશે ત્યાં બુદ્ધે પુનઃ પોતાનો હાથ ઊંચો કર્યો. પહેલાંની જેમ તેમણે મુખ ઉપર હાથ ફેરવ્યો અને પછી નીચે લાવીને યથાવત્ મૂકી દીધો. આમ જોઈએ તો વાત સામાન્ય હતી પણ અકારણ કોઈ ચેષ્ટા ન કરતા બુદ્ધની આ ચેષ્ટાએ આનંદને વિચાર કરતો કરી મૂક્યો. તેને કારણે આનંદની ચાલવાની ગતિમાં થોડોક ફેર વર્તાયો. જે બુદ્ધના ધ્યાન બહાર ન રહ્યો. બુદ્ધે ચાલતાં ચાલતાં આનંદ તરફ સહેજ જોયું. બુદ્ધના સકળ ભાવોથી માહિતગાર રહેતો આનંદ બુદ્ધના મૂક પ્રશ્નને સમજી ગયો. ચાલતાં ચાલતાં જ તે બોલ્યો, ‘“ભંતે! અવિનય માટે ક્ષમા પાછું છું. પણ આપની અકારણ ચેષ્ટાને ન સમજી શક્યો તેથી મારી ચાલમાં થોડો ફેર પડી ગયો. મનમાં ઊઠેલા પ્રશ્નને કારણે મારી ગતિ બદલાઈ ગઈ.’’
વિહાર ચાલુ રાખતાં જ બુદ્ધે કહ્યું, “હું ચાલતો હતો તે વખતે મારા મુખ ઉપર એક માંખ આવીને બેઠી. તે વખતે માંખને ઉડાડવા માટે મારો હાથ ઊંચો થઈ ગયો અને માંખ ઊડી જતાં તે નીચે આવી ગયો.’’
આનંદ કંઈ બોલ્યો નહીં પણ ક્ષણભાર તે બુદ્ધની સામે જોઈ રહ્યો. આનંદની જિજ્ઞાસા બુદ્ધના ધ્યાન બહાર રહી શકી નહીં. તેમણે આગળ વધતાં કહ્યું, “આનંદ, માંખને ઉડાડવા માટે પહેલી વાર મારો હાથ ઊંચો થઈ ગયો હતો. બીજી વાર મેં જાણી સમજીને હાથ ઊંચો કરીને મુખ ઉપર ફેરવ્યો હતો.”
ન
આનંદે હવે પૂર્ણ વિનય કરતાં પૂછ્યું, “ભંતે! માંખ તો તમારા મુખ ઉપરથી ઊડી ગઈ હતી. ફરીથી માંખ મોં ઉપર આવીને બેઠી ન હતી. છતાંય તમે ફરીથી હાથ ઊંચો કરીને મોં ઉપર ફેરવ્યો તે વાત મને સમજાઈ નહીં.’’ બુદ્ધે મર્માળુ સ્મિત કરતાં કહ્યું, “તારા પ્રશ્નથી મને ખુશી છે. એ વાત સમજવા જેવી છે. માંખ આવીને મારા મુખ ઉપર બેઠી, તેનો મારા ગાલને સ્પર્શ થતાં, કંઈક ન ગમતું બન્યાની મારા ચિત્તને ખબર થઈ અને તેણે પ્રતિક્રિયા કરતાં મારો હાથ અજાણતાં ઊંચો થઈ ગયો અને તેણે માંખ ઉડાડી ધ્યાનવિચાર
૧૩