________________
આમ ચારેય મિત્રો ચર્ચા કરતા રહ્યા. પણ તેમનો કયાંય મેળ મળ્યો નહીં. સવારનો સમય હતો. અહીં કંઈ ખાસ કરવાનું હતું નહીં. એટલે એક મિત્રે સૂચન કર્યું. ‘“ચાલોને ત્યાં જ પહોંચી જઈએ. તેને જોઈએ અને મળીને પૂછી જ લઈએ જેથી વાતનો ફેંસલો થઈ જાય. આજની સવાર તેને નામે.’’
સૌને સૂચન ઠીક લાગ્યું. ચારેય જણ ત્યાંથી ઊભા થયા અને જરા આડા ફંટાઈને તે બાજુ જતી કેડી જોવા લાગ્યા. એટલામાં તેમની નજરે એક પગદંડી પડી જે તે બાજુ જતી હતી. તે પકડીને થોડીક વારમાં તેઓ એ ટેકરી ઉપર પહોંચી ગયા. તેમનો ગણહાર થતાં પેલા માણસનું ધ્યાન તે તરફ ગયું. તેણે જરા પાછા ફરીને તેમના તરફ જોયું, પણ પછી કંઈ બોલ્યા વિના તે તો પુનઃ તે ખીણ અને તેના ઉપર ઝળુંબી રહેલાં શિખરોને જોવા લાગ્યો. વૃક્ષોની લંબાતી છાયાઓમાં કોણ જાણે તે શું જોઈ રહ્યો હતો. વૃક્ષોની લાંબી લાંબી ડાળીઓ વચ્ચેથી ચળાઈને આવતો પ્રકાશ જોતાં જોતાં તે તો જાણે પળવારમાં ખોવાઈ ગયો.
પેલા ચાર મિત્રો હવે કેમ વાત કરવી તેની વિમાસણમાં પડ્યા. પછી એક જણે પેલા ભાઈ નજીક જઈને વાત શરૂ કરતાં કહ્યું, ‘“મેં તમને દૂરથી જોયા. મેં મારા મિત્રોને કહ્યું કે આ આપણા જેવા પ્રવાસી જ લાગે છે. ચાલવા નીકળ્યા લાગે છે. કેમ બરોબરને!”
66
પેલા માણસે વાતમાં ખાસ રસ ન લેતાં ટૂંકાણમાં એટલું જ કહ્યું, “ના, હું ચાલવા માટે નીકળ્યો નથી.’' અને વળી તેણે આ લોકો તરફથી નજર ફેરવી લેતાં ફરીથી પહાડો અને ખીણો જોવા માંડ્યાં.
આ ચાર મિત્રોને તો વાતનો તોડ કરવો હતો એટલે બીજો મિત્ર તેની પાસે જઈને ઊભો રહેતાં બોલ્યો, “મેં તો તમને જોઈને તુરત જ કહ્યું હતું કે આ ભાઈ સહેલાણી નથી લાગતા. તેઓ અહીંના જ રહેનારા લાગે છે. રાત્રે એમનું કોઈ પશુ પાછું નહીં આવ્યું હોય એટલે વહેલી સવારે તેની ભાળ મેળવવા તેઓ નીકળેલા લાગે છે. તેથી તો ટેકરી ઉપર ચઢીને આસપાસ ઝીણી નજરે જોઈ રહ્યા છે.’’
આ અજાણ્યા માણસને આ લોકો સાથે વાત કરવામાં કંઈ રસ હોય તેમ લાગ્યું નહીં. છતાંય વિનય ખાતર તેમના તરફ ફરીને તેણે કહ્યું, “હું આ
૨૨
ધ્યાનવિચાર