________________
પહોંચી ગયા અને પહાડની કરાડ ઉપર ઊભા રહીને દૂર દૂર સુધી પથરાયેલી વનરાજીને નિહાળતા હતા. ત્યાં તેમની નજર થોડેક દૂર ટેકરી ઉપર ઊભા રહેલા એક માણસ ઉપર પડી.
પહાડો ઉપર પ્રકાશ પથરાવા લાગ્યો હતો. પણ હજુય રાત્રિના ઓળા વર્તાતા હતા. તેવા સમયે આ નિર્જન અટૂલી ટેકરી ઉપર ઊભેલા આ માણસને જોઈને એક મિત્ર બોલ્યો, “આપણાથીય વહેલા નીકળીને કોઈ અહીં સુધી આવી પહોંચ્યું લાગે છે. રોજ નિયમિત ચાલવાનો નિયમ હશે એટલે આ ભાઈ વહેલા નીકળી પડ્યા હશે એમ લાગે છે.” - તે ડુંગરા તરફ જોતાં બીજો મિત્ર બોલ્યો, “આ કોઈ પ્રવાસી જેવો લાગતો નથી. આપણા પહેલાં તો આશ્રમમાંથી કોઈ નીકળ્યું જ ન હતું. તે અહીંના નિવાસી ગિજિન જેવો લાગે છે. રાત્રે તેનું ઢોર કે બકરી કે ઘેટું પાછું નહીં આવ્યું હોય એટલે સવારે તેની ભાળ કરવા નીકળેલો લાગે છે. જુઓને, નીચે આવેલી ખીણમાં ધ્યાનથી જોઈ રહ્યો છે, જાણે કોઈને શોધતો ન હોય!” - આમ તો વાતમાં કંઈ દમ ન હતો પણ આ મિત્રોને વાતમાં રસ પડી ગયો હતો. ત્રીજા મિત્રે કહ્યું, “ના, ના. આ કંઈ દેહાતી જેવો લાગતો નથી. ઘેટાં-બકરાં રાખનારા રાખે છે તેવી લાકડી તેની પાસે દેખાતી નથી. આશ્રમથી થોડેક દૂર એક હોટેલ આવેલી છે. ત્યાં કેટલાક સહેલાણીઓ કાલે આવ્યા હતા. તેઓ અહીં ફરવા નીકળ્યા હશે અને આ ભાઈ જરા આગળ નીકળી ગયા લાગે છે એટલે અહીં ઊભા રહીને પાછળ આવતા સાથીઓની રાહ જોતા લાગે છે. જુઓને તેઓ થોડી થોડી વારે પાછળ નજર નાખતા રહે છે.” ' ત્યાં ચોથો મિત્ર બોલ્યો, “તમે ખોટી ખોટી કલ્પનાઓ કરો છો. તેણે પહેરેલાં વસ્ત્રોના જે રંગ-ઢંગ અહીંથી દેખાય છે અને પોતાના ઉપર જે ઉપરણું નાનું છે તે જોતાં મને તો લાગે છે કે એ કોઈ સંન્યાસી છે. આસપાસ આવેલા કોઈ મહાદેવ – મંદિરમાં રહેતો હશે અને સાધના કરતો હશે. આ ટેકરી જરા ઓતાડી છે એટલે સવારે અહીં આવીને સાધના કરતો હશે. હમણાં સાધના પૂરી થશે એટલે આમતેમ જોતો હશે. થોડીક વારમાં તો 'તે અહીંથી નીકળી જશે અને તેના રહેઠાણે પહોંચી જશે.” ધ્યાનવિચાર
૨૧.