________________
અને ધ્યાન પૂર્ણ થતાં ઊઠીને ચાલ્યા જાય. અહીં ધ્યાનની કોઈ વિધિ કરાવવામાં આવતી નથી. વાસ્તવિકતામાં અહીં ધ્યાન કરવાનું હોતું નથી, પણ ધ્યાનમાં કેવળ હોવાનું હોય છે. આ ધ્યાન સ્વયં સિદ્ધ હોય છે. જેઓ ધ્યાનમાં હોય તેમને કંઈ વિક્ષેપ ન થાય તેથી અમે અહીં કોઈને લાવતા નથી. અમે પણ ધ્યાનમાં ન હોવું હોય તો અહીં આવતા નથી.” બોકાઈની વાતથી સમ્રાટને સંતોષ થયો હોય તેમ લાગ્યું અને તેમણે વિદાય લીધી.
ધ્યાનની ઊંચી કક્ષાની આ વાત છે. આપણે કંઈક કરવાની જે ભાષા જાણીએ છીએ એટલે હોવાની વાત આપણી સમજમાં આવતી નથી. આપણે કંઈ કરવામાં, કંઈક થવામાં, કયાંક પહોંચવામાં માનીએ છીએ પણ હોવાનો કત હોવાનો આનંદ જાણતા નથી. તૃષ્ણાના કે તૃપ્તિના કોઈ તરંગ વિના કેવળ હોવું એ પણ ધ્યાન છે. ધ્યાનના આ શિખર સુધી બહુ ઓછા સાધકો પહોંચે છે.
સાક્ષીભાવ , ભગવાન બુદ્ધને વિહાર દરમિયાન એક વાર જંગલમાં રાત્રે રોકાણ કરવાનું થયું. યોગાનુયોગ પૂર્ણિમાની રાત્રી હતી અને આછો પાતળો આશ્રય મળી ગયો હતો. તેથી આગળ ન જતાં રાત્રે ત્યાં જ વિશ્રામ કરવાનું નક્કી થયું. ચંદ્ર સોળે કળાએ પ્રકાશી રહ્યો હતો, રાત્રી શાંત અને શીતળ હતી. એટલે બુદ્ધને ધ્યાનમાં બેસવાનો વિચાર થયો. તેથી તેઓ આશ્રય સ્થાનથી થોડે દૂર આવેલ એકાંત પસંદ કરીને ઝાડને અઢેલીને બેઠા અને ધ્યાનમાં ઊતરવા લાગ્યા. બુદ્ધ જે સ્થળ ધ્યાન માટે પસંદ કર્યું હતું તેની બાજુમાંથી બે નાની પગદંડીઓ જતી હતી પણ કોઈની અવરજવર વર્તાતી ન હતી. એટલે ધ્યાનમાં કોઈ વિક્ષેપ થવાની સંભાવના ન હતી. વળી આ સ્થળ આશ્રયસ્થાનથી ખાસ દૂર ન હતું. તેથી પણ તે અનુકૂળ હતું.
બુદ્ધને ધ્યાનમાં કલાક-બે કલાક થયા હશે. ત્યાં હાકોટા કરતા કેટલાક સ્વચ્છંદી યુવાનો ત્યાં આવી પહોંચ્યા. આટલી રાત્રે અવરજવર વિનાની કેડીઓ પાસે કોઈ આ રીતે આવશે તેવો તો કોઈનેય ખ્યાલ જ ન હતો. આ ઉશ્રુંખલ છોકરાઓએ ધ્યાનમાં મગ્ન બુદ્ધને ઢંઢોળ્યા અને જગાડીને
ધ્યાનવિચાર
૧૮