________________
વ્યવસ્થા રસપૂર્વક જોતા હતા ત્યાં તેમની નજર જરા ઓતાડે આવેલા એક મંદિર જેવા દેખાતા મકાન ઉપર પડી. સમ્રાટે તે તરફ આંગળી ચીંધીને બોકાઈને પૂછ્યું, “આ મંદિર જેવું શું છે? ત્યાં શું પ્રવૃત્તિ થાય છે?” પણ બોકાઈ જાણે પ્રશ્ન સાંભળ્યો જ ન હોય તેમ આગળ વધતા ગયા અને મઠની દૂર દૂર પથરાયેલી જગા વિશે વાત કરતા રહ્યા. પેલા મંદિર જેવા એકાંત સ્થળ વિશે તેઓ કંઈ જ ન બોલ્યા.
સમ્રાટને લાગ્યું કે સંત બોકાઈએ કદાચ મારો પ્રશ્ન નહીં સાંભળ્યો હોય તેથી તેમણે થોડીક વાર પછી તે સ્થળ બતાવતાં બોકાઈને પૂછ્યું, “પેલું દૂર ખૂણામાં મંદિર જેવું કંઈક દેખાય છે તે સ્થળે તમે શું કરો છો?'
બોકાઈએ વાતને વાળી લેતા હોય તેમ કહ્યું, “ત્યાં તો કંઈ થતું નથી. ભિખુઓ વખત-બેવખત ત્યાં જતા રહે છે. ત્યાં કંઈ નથી.”
સમ્રાટને ઉત્તરથી સંતોષ ન થયો એટલે તેમની ઇંતેજારી વધી ગઈ. તેમણે વાતને વળ આપતાં કહ્યું, “પણ ભિખુઓ ત્યાં જઈને કરે છે શું?'
બોકાઈએ ટૂંકમાં ઉત્તર આપ્યો, “કંઈ નહીં” અને તેમણે મઠની જગામાં આગળ વધતાં બીજી બધી વાતો કરવા માંડી. છેવટે તેઓ મઠના વ્યવસ્થાકક્ષમાં આવી પહોંચ્યા. ત્યાં થોડીક ઔપચારિક વાતચીત કરીને સમ્રાટ પાછા જવા માટે નીકળ્યા. બોકાઈ સમ્રાટને મઠના મુખ્ય દ્વાર સુધી વળાવવા માટે ગયા. સમ્રાટે વિદાય લેતી વખતે જરા કટુતાથી બોકાઈને કહ્યું, “મને એ વાતનો ખેદ છે, તમે મને પેલી મંદિર જેવી જગા વિશે કંઈ કહ્યું નહીં અને તમે મને ત્યાં લઈ પણ ન ગયા. શક્ય છે કે ત્યાં તમારી કોઈ ગૂઢ સાધના થતી હશે. તેથી તમે મને એ સ્થળથી દૂર રાખ્યો હશે અને ત્યાં શું થાય છે તેની પણ વાત નહીં કરી હોય.”
બોકાઈને લાગ્યું કે સમ્રાટ અકારણ નારાજ થઈ રહ્યા છે અને ગેરસમજ વધી રહી છે તેથી તેમણે વાતને સુધારી લેવા કહ્યું “ત્યાં કંઈ જોવા-જાણવા જેવું નથી તેથી અમે મહેમાનને ત્યાં લઈ જતા નથી. ત્યાં અમારા ભિખુઓ જતાં આવતા રહે છે. અમે પણ પ્રયોજન વગર ત્યાં જતા નથી. આમ તો તે કક્ષ બધા માટે રાત-દિવસ ખુલ્લો જ રહે છે.”
આ સમ્રાટના મનમાંથી તે સ્થળે ખસતું ન હતું. એટલે તેમણે વાતનો તંત પકડતાં કહ્યું, “ત્યાં જઈને ભિખુઓ કરે છે શું? કંઈક તો કરતા હશે ને? ૧૬
- ધ્યાનવિચાર