________________
રેમ્યુચેએ ભાવપૂર્ણ દષ્ટિ એ લામા ઉપર નાખતાં કહ્યું, “બસ એ સમજવા માટે-જોવા માટે તારા ગુરુએ તને અહીં મોકલ્યો છે. ધ્યાન જીવનથી વિપરીત નથી. અમે જે કંઈ કરતા દેખાઈએ છીએ તે ધ્યાનમાં જ થતું હોય છે. અમે હંમેશા જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં જ રહીએ છીએ. આટલું બોલતાં બોલતાંમાં રેમ્યુચેની આંખો બિડાઈ ગઈ અને તેઓ ધ્યાનમાં ઊતરી ગયા. આગંતુક લામા તેમની ચરણરજ માથે મૂકીને ત્યાંથી નીકળ્યો ત્યારે તેનો સહજ ધ્યાનમાં પ્રવેશ થઈ ગયો હતો. ' '
જ્ઞાતા-દ્રષ્ટા ભાવ એ ધ્યાનનું ઊંચું શિખર છે. ત્યાં પહોંચેલો સાધક જીવન માટે જે આવશ્યક હોય એ પ્રવૃત્તિ કરે ખરો, પણ તેનામાં તેનો કર્તુત્વભાવ કે ભોકતૃત્વભાવ ન ભળે. જે કંઈ ઘટિત થતું હોય તેનો તે જોનારો અને જાણનારો હોય પણ પોતે તેનાથી અલિપ્ત હોય. ધ્યાન માટે તેને અલગ બેસવાનું ન હોય. તેને માટે ધ્યાન સહજ હોય - સ્વાભાવિક હોય. સાંસારિક પ્રવૃત્તિઓ કરવી પડે તો તે કરેય ખરો પણ પૂર્ણ જાગૃતિમાં વિવેક પુર:સર.
ધ્યાન-બેધ્યાન ભગવાન બુદ્ધ શ્રાવસ્તિથી વિહાર કરીને જેતવન તરફ જઈ રહ્યા હતા. સાથમાં તેમનો પટ્ટશિષ્ય આનંદ અને અન્ય શિષ્ય સમુદાય હતો. બુદ્ધ શરણં ગચ્છામિ; ધમ્મ શરણં ગચ્છામિ અને સંઘ શરણં ગચ્છામિનાં લયબદ્ધ બોલાતાં સૂત્રોથી વાતાવરણમાં એક પ્રકારની દિવ્યતા વર્તાતી હતી. પીળાં એકસરખાં વસ્ત્રોથી શોભતા બૌદ્ધ ભિખુઓ ખુલ્લે માથે, પાંચ પગલાં આગળ નીચે નજર નાખીને એક સરખી ચાલે ચાલી રહ્યા હતા. તેમની વચ્ચે સૂર્ય સમ શોભતા બુદ્ધ મંથર ગતિએ આગળ વધી રહ્યા હતા. માર્ગની બંને બાજુએ ઊભેલા લોકો પૂર્ણભાવથી બુદ્ધને નીચા નમીને વંદન કરતા હતા. સંધ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.
વિહાર વ્યવસ્થિત રીતે થઈ રહ્યો હતો. યાત્રિકોના ધીમા પગરવ સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો ન હતો. કોઈ શિષ્ય કે ભિખુ અન્ય કોઈ ચેષ્ટા કરતો ન હતો કે પરસ્પર વાતચીત પણ થતી ન હતી. એટલામાં બુદ્ધનો એક હાથ જરા ઊંચો થયો. બુદ્ધ હાથથી મુખને આછો સ્પર્શ કર્યો ૧૨
ધ્યાનવિચાર