Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 11
________________ મળવા કે પોતાના સંદેહનું નિરાકરણ કરવા દૂર દૂરથી અન્ય લામાઓ ઘણીવાર આવતા હતા. રેમ્પુચેની સિદ્ધિઓ વિશે લોકોમાં જાતજાતની વાતો થતી હતી. મઠમાં ગને હને એવી વાત સંભળાતી હતી કે રેમ્પુચે ઘણી વાર રાત્રે આકાશમાર્ગે બ્રહ્મલોકમાં પહોંચી જાય છે અને ત્યાં બુદ્ધો સાથે ગોષ્ઠિ કરીને સવાર થતાં પહેલાં મઠમાં આવી જાય છે. આવી બધી વાતો થવા પાછળનું એક કારણ એ હતું કે આ મઠનો નિભાવ કેવી રીતે થાય છે, તે માટેની સામગ્રી કેવી રીતે અહીં આવે છે તેની કોઈને જાણકારી ન હતી. . અચરજની વાત એ હતી કે કોઈએ તેમને કયારેય નિદ્રાધીન થયેલા જોયા જ ન હતા. તેઓ સદાય જાગતા જ રહેતા. એક દિવસ સૂર્ય સારી રીતે પ્રકાશી રહ્યો હતો. આકાશ વાદળવિહોણું હતું. વરસાદ પણ વિરામ લઈ રહ્યો હતો. તે વખતે પહાડીનો ઢોળાવ ધીમે ધીમે ચઢતો એક લામા મઠ તરફ આવી રહ્યો હતો. તેને જોઈને રૅમ્પોએ તેમના સહાયક લામાને કહ્યું, “મારા સહાધ્યાયી લામાના મઠમાંથી તે આવતો હશે. તેના રોકાવાની આપણે ત્યાં વ્યવસ્થા કરશો. મારા કક્ષની પાસેના કક્ષમાં તેમને રાખજો.’’ થોડીક વારમાં તે આગંતુક લામાના મઠમાં આવી પહોંચ્યો. એક લામાએ તેને બેસવા માટે આસન આપ્યું. એક કાષ્ઠના પાત્રમાં તેમનું વિશિષ્ટ પેય આપ્યું. એટલામાં રેસ્પુસે આવી પહોંચ્યા. આગંતુક લામાએ ઊભા થઈ તેમની ચરણરજ લીધી અને પંચાંગ પ્રણિપાત કર્યા. સાથે લાવેલો તેના ગુરુનો સંદેશો રેમ્યુચેને આપતાં તેણે કહ્યું, “ગુરુએ મને કહ્યું કે ધ્યાનના અંતિમ ચરણની સાધના હવે તમે જ કરાવી શકશો. ધ્યાનની બાબત આપે જે સિદ્ધિ મેળવી છે તેટલી અન્ય કોઈ લામાએ મેળવી નથી. હવે તમે મને આગળના મુકામે પહોંચાડો. હું આપને સમર્પિત થાઉં છું.” વૃદ્ધ લામાએ આગંતુક લામાના શિર ઉપર હાથ મૂકતાં કહ્યું, “તારા ગુરુ જે જાણે છે તે હું જાણું છું અને હું જાણું છું તે તેઓ જાણે છે પણ જ્યારે તેમણે તને મારી પાસે મોકલ્યો છે ત્યારે અહીં થોડાક દિવસ રહીને બધું જોયા કર. તને સ્વયં બધું સમજાઈ જશે.'' આગંતુક લામા મઠમાં રહીને અન્ય લામાઓ કેવી રીતે આરાધના કરે છે તે જોતો રહ્યો. તેમની સાથે આરાધનામાં અને અન્ય કામકાજમાં તે જોડાતો ૧૦ ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 114