________________
મબિંદુની વૃત્તિ એટલી તેમની કૃતિ સાંપ્રતકાલે જોવામાં આવે છે. તે ઉપરાંત ઉદય પ્રભસૂરિન નેમચંદ્રસૂરિએ રચેલા પ્રવચનસારોદ્ધાર ઉપર વિષમ પદ વ્યાખ્યા નામની ટીકામાં સહાય આપનાર તરીકે પણ તેમનુ નિર્મલ નામ દષ્ટિ મા આવે છે.
આ પ્રસંગે કહેવું જોઈએ કે, ધર્મબિંદુ જેવા ઉત્તમ ગ્રંથનું ગૌરવ જે વિશેષ ઊપયેગી થયેલ છે, તે વૃત્તિકાર મુનિ ચંદ્રસૂરિને પૂર્ણ આભારી છે. તે મહાનુભાવે રચેલી વૃત્તિની અંદર કત્તાના આશયના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું દર્શન થવા સાથે મૂલ વિષયના પિષકરૂપ બીજા અનેક વિષયને ઊત્તમ બેધ પ્રાપ્ત થાય છે.
છેવટે આનંદ સાથે જણાવવાનું કે. મુનિવર્ગ અને ગૃહસ્થ વર્ગના સામાન્ય અને વિશેષ ધર્મને જણાવનારા આહત ધર્મના આંતર સ્વરૂપને પ્રતિપાદન કરનારા અને ગૃહ, ધર્મ અને નીતિન તાથી ભરપુર એવા આ ઉપગી ગ્રંથને શુદ્ધ અને સરલ ભાષાંતર સાથે પ્રસિદ્ધ કરવાની એગ્ય સુચના આપનાર અને ઉપદેશ કરી આર્થિક સહાય અપાવનાર શ્રીમાન વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ) ના પ્રશિષ્ય મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મહારાજને અને આથીક સહાય આપનાર ગ્રહસ્થને અમે હદયથી આભાર માનીએ છીએ. અને તેમની જેમ બીજા ધનાઢય ગૃહસ્થ પણ આવા સ્તુત્ય કાર્યમાં સહાય આપવાની ઈચ્છાવાલા થાય, એવું ઈચ્છીએ છીએ.
આવા મૂળ ટીકા અને ભાષાંતર સાથે આ અપૂર્વ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને અમારે પ્રથમ પ્રયાસ હોવાથી, તેમજ આ ઉત્તમ ગ્રંથનું ભાષાંતર એક સારા વિદ્વાન લેખકની પાસે કરાવવામાં આવ્યું છે અને તેની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યું છે છતાં, છદ્મસ્થપણામાં સુલભ એવા પ્રમાદ તથા દષ્ટિ દેષાદિ દેષને લઈને કે પ્રેસના દેષને લઈને મૂલ ટીકા કે અર્થમાં કાંઈ પણ સ્કૂલના થઈ હોય તે મિથ્યા દુષ્કૃત પૂર્વક ક્ષમા માગીયે છીયે, અને વિનતિ કરીએ છીએ કે જે કાંઈ ખલના નજરે પડે છે તે અમને જણાવવા તસ્દી લેશે, જેથી બીજી આવૃતિ વખતે તે સુધારવામાં આવશે.
આ ગ્રંથની પાંચસંહ કેપી આ સભાએ પિતાના તરફથી પ્રસિદ્ધ કરી છે, અને પાંચસેંહ કેપી મોટી ખાખર-કચ્છના રહેનારસ્વર્ગવાસી શેઠ કેરશી કેશવજીના સ્મરણાર્થે તેમની સુશીલ પત્ની બાઈ પુરબાઈએ ઉઘાપન મહત્સવ પ્રસંગે જ્ઞાનની પ્રભાવના કરવા નિમિત્તે પિતાના તરફથી આ સભાના નામથી પ્રસિદ્ધ કરાવી છે. આવા ઉત્તમ કાર્ય માટે તે ધર્મભગિની પુરબાઈને અમે ધન્યવાદ આપીયે છીયે, અને તેનું અનુકરણ કરવા જેન હેનને સુચના કરીએ છીએ.
ભાવનગર. આત્માનંદ ભુવન,
પ્રસિદ્ધ કર્તા. ફાલ્મન શુકલ તૃતીયા ૧૯૬૭ | શ્રી જૈન આત્માનંદ સભા. આત્મ સંવત ૧૫, વીર સંવત ૨૪૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org