Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 11
________________ વિચરતા હતા, તેમને તેમણે ભારે પરાભવ કર્યો હતો. મહાનુભાવ હરિભદ્રસૂરિના ઈતિહાસમાં એક એવી વાત કહેવામાં આવે છે કે, હંસ અને પરમહંસ નામના તે હરિભદ્રસુરિના બે ભાણેજ હતા, તેમને ગુરૂની આજ્ઞાથી તે સૂરિવરે દીક્ષા આપી હતી. તેઓ પ્રમાણ શાસ્ત્રમાં ઘણાં પ્રવીણ થયા હતા. તેમણે દ્ધ મતને પ્રમાણ શાને અભ્યાસ કરવાની ગુરૂ પાસે ઈચ્છા દર્શાવી હતી. ભવિષ્યવેત્તા હરિભદ્રસૂરિએ આજ્ઞા આપી પણ તેનું વિપરીત પરિણામ આવવાનું જણાવ્યું હતું, છતાં તેઓ ગુરૂને વિશેષ વિનંતિ કરી ગયા હતા. તેઓ વેષ બદલીને ધેની પાસે રહ્યા પણ છેવટે બૈદ્ધાચાર્યના જાણવામાં આવ્યું કે, “આ જૈન સાધુએ છે તેથી તેણે પિતાના ગુમ સુભટેની પાસે તેમને વધ કરાવ્યું હતું. આ વાત હરિભદ્રસૂરિના જાણુવામાં આવતાં તેમને ભારે ક્રોધ ઉત્પન્ન થયે અને પિતાની મંત્ર શક્તિથી ચૌદસને ચુંમાલીશ શિષ્યોની સાથે બૈદ્ધાચાર્યને તેલની કડામાં હેમવાને વિચાર કરી આ કર્ષ્યા હતા, પણ તેમના ગુરૂએ એ મુનિને અગ્ય એવા કામથી તેમને અટકાવ્યા હતા. તે પછી તે માનસિક મહા પાપના પ્રાયશ્ચિત્તરૂપે તેમણે ચાદને માલીશ ગ્રંથે રચેલા છે, એમ કહેવાય છે. તેમાં અનેકાંત જયપતાકા, શિષ્યહિતા નામે આવશ્યકની ટીકા, ઉપદેશપદ, લલિત વિસ્તરા નામની ચિત્યવંદન વૃત્તિ, જંબુદ્વીપ સંગ્રહિણી, જ્ઞાનપંચક વિવરણ, દર્શનસપ્તતિક, દશવૈકાલિકવૃત્તિ, દીક્ષાવિધિ પંચાશક, ધર્મબિંદુ, જ્ઞાનચિત્રિકા, પંચાશક, મુનિ પતિ ચરિત્ર, લગ્નકુંડલિકા, વેદબાશૈતાનિરાકરણ, શ્રાવકધર્મવિધિ પંચાશક, સમરાદિત્ય ચરિત્ર, ગબિંદુ, પ્રકરણ વૃત્તિ, ગદષ્ટિ સમુચ્ચય, ષટદર્શન સમુચ્ચય, પંચસૂત્રવૃત્તિ,પંચવસ્તુવૃત્તિ, અષ્ટક, શેડષક, વગેરે મુખ્ય ગ્રંથ છે. પિતાના ઉત્તમ શિષ્યના વિરહથી તે મહાનુભાવે પિતાના દરેક ગ્રંથને છેડે પિતાની કૃતિની નિશાની દાખલ “વિરહ” શબ્દ મુકેલે છે, તેથી વિરહ શબ્દથી અંક્તિ એવા તેમના ગ્રંથે અદ્યાપિ તેમની કૃતિને સૂચવે છે. તે સાથે પિતાની પ્રતિબંધક “યાકિની” નામની સાધ્વીનું નામ પણ ગ્રંથને અંતે તેણીના ધર્મપુત્ર તરીકે તેમણે સૂચવેલું છે. આવા પ્રાતઃ સ્મરણીય અને વંદનીય મહાત્માએ સર્વ જૈન પ્રજાને મહાન ઉપકાર કર્યો છે, તેમણે વધારેલી જ્ઞાન સમૃદ્ધિ વિમાન કાલની જૈન પ્રજાના ધામિક જીવનને સર્વ પ્રકારે સમૃદ્ધિમાન કરી સન્માર્ગને ઉત્તમ ઉપદેશ આપે તેવી અદ્યાપિ વિદ્યમાન છે. એવા મહેપારી મહાત્માને સહસ્ત્રવારવંદન અને ધન્યવાદ ઘટે છે. આ ધર્મબિંદુ ઉપર સુબેધકવૃત્તિ કરનાર મહાનુભાવ શ્રી મુનિચંદ્રસૂરિને સવિસ્તર ઈતિહાસ મલી શકતું નથી, તે પણ તેમના ગ્રંથની પ્રશસ્તિ ઉપરથી એટલું જણાય છે કે તેઓ તપગચ્છમાં થયેલા દેવેંદ્ર ગણી (નેમિચંદ્રસૂરી)ના શિષ્ય હતા. ગાથાકેશ, તીર્થમાલા સ્તવ અને રત્નત્રય કુલક નામના ગ્રંથો અને આ ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 494