Book Title: Dharmbindu Granth Author(s): Haribhadrasuri, Publisher: Jain Atmanand Sabha View full book textPage 9
________________ રબાદ મોક્ષના અંગ રૂ૫ ભાવનાનું સ્વરૂપ અને ફલ તે વિષયને વૃત્તિકારે ઊત્તમ રીતે ચર્ચે છે. તે પ્રસંગે વચનના ઉપયોગના પ્રભાવ રૂપે શ્રી ભગવતના સ્મરણ નું, ભક્તિનું અને ધ્યાનનું મહા ફલ કહી યતિ ધર્મની પરમ ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી છે. આ પ્રસંગે પ્રવૃત્તિના દે દર્શાવી ચારિત્રના શુદ્ધ પરિણામને મહિમા બતાવ્યું છે. અને છેવટે ભપગ્રાહી કર્મથી મુક્ત થવાને પ્રકાર દર્શાવી સર્વથા કર્મરહિત થતાં સર્વ દુઃખના અંતને દર્શાવી એ અધ્યાય પૂર્ણ કરવામાં આવ્યો છે. સાતમા ધર્મ કુલ વિધિ નામના અધ્યાયમાં ધર્મના ફલ વિષે વિવેચન કરવામાં આવ્યું છે. અનંતર અને પરંપરા એવા ફલના બે પ્રકાર દર્શાવી, તે પ્રત્યેકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તે પ્રસંગે ધર્મની પ્રાપ્તિને અવસરે કેવી સંપત્તિ મળે છે, તે વિષે વિવિધ પ્રકારની જીવની પરિણતિની વૃદ્ધિનું વિવેચન કરી જીવના વીર્યને ઉલ્લાસ શાથી થાય છે? એ વાત સવિસ્તર દર્શાવી અને તેમાં તેના હેતુઓનું સ્પષ્ટીકરણ સારી રીતે કરેલું છે. તેની અંદર બંધના હેતુનું દિગદર્શન કરાવી શુભ અને અશુભ પરિણામ વિષે સારું વિવેચન કરેલું છે. તે પછી છેવટે ધર્મરૂપ ચિંતામણિને અનુપમ અને લોકોનાર મહિમા વર્ણવી એ અધ્યાયને સમાપ્ત કરવામાં આવેલે છે. આઠમા ધર્મલ વિધિ નામના અધ્યાયમાં અતિ શુદ્ધ ધર્મને અભ્યાસથી તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. એ વાતને ઉપન્યાસ કરી ચારિત્રની પ્રાપ્તિ, ચારિત્રની સાથે આત્માની એકતા, ધ્યાન સુખના રોગ અને લબ્ધિઓની પ્રાપ્તિને ક્રમવાર લાભ જણાવી આઠમા અપૂર્વકરણ ગુણ સ્થાનની પ્રાપ્તિ, અને ક્ષપકશું કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી પરંપરાએ મેહ સાગરને ઉતરી કેવલજ્ઞાની થઈ પરમ સુખ–ક્ષને લાભ મેલવાય, એ વાત જણાવી છે. આ પ્રસંગમાં મહાનુભાવ વૃત્તિકારે અપૂર્વકરણને અંગે ઘણું વિવેચન કરી કર્મની વિવિધ પ્રવૃતિઓને ખપાવવાને ઉત્તમ કમ દર્શાવી પ્રસ્તુત વિષયને વિશેષ પલ્લવિત કર્યો છે. તે પછી રાગ, દ્વેષ અને મહાદિ આત્માના દેષનું યથાર્થ સ્વરૂપ બતાવી પરમેશ્વરપણુની પ્રાપ્તિના પરમ સુખને દર્શાવી સિદ્ધિ ભગવંતની ગતિ અને સ્થિતિનું સ્વરૂપ ઉત્તમ પ્રકારે બતાવ્યું છે અને સિદ્ધ ભગવાનને નિરૂપમ સુખની સિદ્ધિ કેવી રીતે થાય છે? એ વાત જણાવી તે પર શ્રદ્ધા રાખવાનું કહી છેવટે આ મનુષ્ય ક્ષેત્ર રૂપે પૃથ્વીને વિષે જીવ શુક્લ ધ્યાન રૂપ અગ્નિવડે કર્મરૂપી ઇંધણને બાલી બ્રહ્મ નામથી પ્રસિદ્ધ એવા પરમ પદ–મોક્ષની પ્રાપ્તિ કરે છે, એ વાત દર્શાવી છે. અને તે પછી ત્યાં આઠમા અધ્યાયની સમાપ્તિ સાથે આ વિવિધ તત્ત્વના મહાન સાગારરૂપ ગ્રંથની સમાપ્તિ કરવામાં આવી છે. ગ્રંથકર મહાનુભાવ હરિભદ્ર સૂરિએ મૃત-આગમરૂપ મહાન સાગરમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 494