Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 7
________________ કારે સૂત્રો જે અર્થ દર્શાવ્યો હોય, તેમાં શું રહસ્ય છે? એ સમજાવવા માટે વૃત્તિકારે કઈ કઈ સ્થલે ઘણું સારું વિવેચન કરેલું છે. આ ગ્રંથને મૂલ કર્તા મહાનુભાવ શ્રીહરિભદ્રસૂરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચાદસે ને ચુંમાલીશ ગ્રંથના કર્તા તરીકે પ્રખ્યાત છે, તેમની કૃતિમાં અદ્ભુત અને સુબેધક રચનાનું દર્શન થાય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. તે મહાનુભાવ ગ્રંથકારે મુનિઓ અને ગૃહના ધર્મ બતાવવાને માટે આ ઊપયોગી ગ્રંથની ચેજના કરી છે, અને તેની અંદર એ ઊષ્ટિ વિષયને સારી રીતે વિવેચન કરી સમજાવ્યું છે. વિષય, સંબંધ, પ્રજન અને અધિકાર એ ચાર અનુબંધની ઘટના કરી ગ્રંથકર્તાએ લેખના આદ્ય સ્વરૂપને યુક્તિ પૂર્વક વિવેચન કર્યું છે. સૂત્રના ટુંકા ટૂંકા શબ્દથી યતિ અને ગૃહસ્થના ધર્મ વિષયને અનંત ભંડાર દર્શાવી કત્તએ આ ધર્મબિંદુરૂપે એક અપૂર્વ ધર્મ સંહિતા ગ્રંથિત કરેલી છે. તે સાથે સૂત્રશંખલા એવી રમણીય ગઠવી છે કે, જે ઊપરથી સિદ્ધ કરેલા ધર્મના નિયમો કમાનુસાર સ્મૃતિ વિષયમાં રહી શકે છે. આ ઉપગ ગ્રંથની વૃત્તિ શ્રી મુનિચંદ્રસૂરિએ એ રચેલી છે. સૂત્રની ગ્રંથના માં દર્શાવેલા શબ્દોના અર્થનું સ્પષ્ટીકરણ કરી તે ઉપર ઊપયુક્ત વિવેચન આપવામાં આવ્યું છે. ધર્મના ગહન વિષયને અંગે જે કાંઈ સૂચક અંશે સત્રકારે દર્શાવ્યા છે, તેમને વૃત્તિકારે પોતાની વિશાલ બુદ્ધિથી પલ્લવિત કરી તે તે વિષયના સ્વરૂપને સારી રીતે પ્રતિપાદન કરેલ છે. કેઈ કઈ પ્રસંગે મૂલ વિષયની પુષ્ટિને માટે બીજા પ્રમાણિક ગ્રંથના પ્રમાણે આપી સૂત્ર વાણીના આશયને વિશેષ પ્રમાણભૂત પણ કરી બતાવ્યો છે, આથી મૂલ ગ્રંથની મહત્તામાં વૃત્તિકારે માટે વધારો કર્યા છે, એમ નિઃસંશય કહેવું જોઈએ. | મુનિ વર્ગ અને ગૃહસ્થ વર્ગના સામાન્ય અને વિશેષ ધર્મને દર્શાવનારા આ ગ્રંથના આઠ અધ્યાય રૂપે આઠ ભાગ પાડવામાં આવ્યા છે, તેમાં પહેલા ગૃહસ્થ ધર્મ વિધિ નામના અધ્યાયમાં ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કરેલું છે. ધર્મ એ શબ્દની વ્યાખ્યામાં વૃત્તિકારે ઊત્તમ પ્રકારે ઊહાપોહ કરી ધર્મના શુદ્ધ લક્ષણે સિદ્ધ કરી બતાવ્યા છે. ગૃહસ્થ ધર્મની ગ્યતા મેળવવા માટે ગૃહસ્થને કેવા ઘરમાં રહેવું જોઈએ? એ વાત પ્રથમ દર્શાવી ગૃહસ્થના ઊત્તમ આચાર એવી સરસ રીતે વર્ણવ્યા છે કે જેમાં ગાéથ્ય વર્તનને મુખ્ય મુખ્ય સર્વ સદાચાર આવી જાય છે. બીજા દેશના વિધિ નામના અધ્યાયમાં ધર્મની દેશના આપવાની યોગ્યતા વિષે કહેવામાં આવ્યું છે. કે ગૃહસ્થ ધર્મની દેશના આપવાને ગ્ય છે? અને તે - એવા ગૃહસ્થને ધર્મને ઉપદેશ કેવી રીતે—કેવી પદ્ધતિએ આપે? તે વિષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 494