Book Title: Dharmbindu Granth Author(s): Haribhadrasuri, Publisher: Jain Atmanand Sabha View full book textPage 8
________________ ક્રમાનુસાર ઊત્તમ વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં ચતુર્વિધ કથાઓમાંથી આક્ષેપણ કથાનું વિવેચન કરી અને તેના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ એવા ચાર ભેદે લક્ષણ પૂર્વક દર્શાવી વૃત્તિકારે એ વિષયને સારી રીતે પદ્ઘવિત કરેલ છે. તે પછી જ્ઞાનાદિ આચાર તેના પાલવાને પ્રકાર અને તેને અંગે કરવા - ગ્ય એવા ઉપદેશના પ્રકારની સૂચના કરી તે વિષયને સમાપ્ત કરવામાં આવ્યું છે. ત્રીજા ગૃહસ્થ ધર્મ વિધિ નામને અધ્યાયમાં ધર્મને ગ્રહણ કરવા ગ્ય એવા ગૃહસ્થને ધર્મ આપવાને ઉત્તમ વિધિ દર્શાવ્યો છે. સમ્યગુદર્શન પ્રાપ્ત થયા પછી અણુવ્રત વગેરેને ગ્રહણ કરવાની ચેગ્યતા દર્શાવી, સમ્યગદર્શનનું લક્ષણ, અસુવ્રત વગેરે આપવાનો પ્રકાર અને તેના અંગે કરવામાં આવેલા વિશેષ વિવેચનમાં એક ગૃહપતિના પુત્રની સવિસ્તર કથા આપવામાં આવી છે. તે પછી રોગશુદ્ધિ, વંદન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિકશુદ્ધિ અને આગારશુદ્ધિના સ્વરૂપ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને વ્રતદાનનું સ્વરૂપ અને તેના અતિચારો દર્શાવી તેમના ત્યાગ કરવા પૂર્વક ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવ્યો છે. ચેથા યતિવિધિ નામના અધ્યાયમાં યતિ-મુનિને સામાન્ય ધર્મને આરંભ કરતાં પ્રથમ વિધિથી ગૃહસ્થ ધર્મને સેવનારે પુરૂષ ચારિત્ર મેહનીય કર્મથી મુકાય છે, એ વાત દર્શાવી મુનિના સ્વરૂપનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. કે પુરૂષ દીક્ષા લેવાને ગ્ય છે? એ વિષે ઇસારો કરી દીક્ષાની ગ્યતાના સેળ ગુણ અને ગુરૂના પંદર ગુણે ઉત્તમ પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. અને તે વિષે જુદા જુદા મતના વિદ્વાનેના અભિપ્રાયે પ્રગટ કરવામાં આવ્યા છે. પ્રવજ્યા લેનારા પુરૂષના પ્રશ્ન, આચાર અને તેની પરીક્ષાને ક્રમ અને યતિધર્મની ગ્યતા પ્રતિપાદન કરી એ અધ્યાય સમાપ્ત કરવામાં આવ્યો છે. પાંચમાં યતિધર્મવિધિ નામના અધ્યાયમાં યતિપણું કેવું દુષ્કર છે? એ વાત દર્શાવી, તેનું પરમાનંદરૂપ મોક્ષફલ જણાવી યતિધર્મના સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે ભેદ વિવેચન પૂર્વક વર્ણવી બતાવ્યા છે. તે પ્રસંગે દીક્ષા આપવાને અગ્ય એવા બાલ, વૃદ્ધ વગેરે પુરૂષના દે વૃત્તિકારે ઉત્તમ પ્રકારે વર્ણવી બતાવ્યા છે. તે પછી મુનિએ કેવી રીતે વર્તવાનું છે? તે પ્રસંગે મુનિના વર્તનને ઊત્તમ ચિતાર આપી એ અધ્યાયને સમાપ્ત કરવામાં આવ્યો છે. છઠા યતિધર્મ વિષય નામના અધ્યાયમાં સાપેક્ષ અને નિરપેક્ષ યતિધર્મના સૂકમ તત્ત્વ દર્શાવ્યા છે. પોપકારવૃત્તિ, ત્રિવિધ યોગસાધન, વગેરે બતાવી નિ. પેક્ષ યતિધર્મ ને એગ્ય એવા પુરૂષની બાહ્ય અને આંતર પ્રવૃત્તિ પ્રતિપાદિત કરી છે અને સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નને કર્મ ક્ષયના કારણુ બતાવી સ્વસ્વભાવને ઊત્ક. વુિં અને તે થવાનું કારણ સ્પષ્ટ કરી ઊચિત અનુષ્ઠાનની શ્રેયસ્કરતા સિદ્ધ કરી છે. ત્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 494