________________
ઉદ્ધાર કરેલા આ ગ્રંથને એક બિંદુ રૂપ ગણું તેનું નામ ધર્મબિંદુ આપેલું છે, પણ આ ઉપયોગી ગ્રંથ આધુનિક જૈન પ્રજાને એક વિવિધ જ્ઞાનને મહાસાગરરૂપ થઈ પડે તેવું છે. આ મહાન ધર્મ ગ્રંથની અષ્ટાધ્યાયી જે મુક્તામણિની માલાની જેમ કઠમાં ધારણ કરી રાખવામાં આવે તે તેને અભ્યાસી યાજજીવિત સદાચાર, સનીતિ અને સદ્ધર્મને પરમ ઉપાસક બની પરિણામે પરમપદને અધિકારી બને છે.
આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનાર આ ગ્રંથ સર્વ જનવર્ગને અતિ ઉપયોગી છે. ગ્રંથની યેજના એવી ઉત્તમ પદ્ધતીથી કરવામાં આવી છે કે, જે મનનપૂર્વક વાંચવાથી અધિકારી પિતાના અધિકાર પ્રમાણે સ્વકર્તવ્યના સ્વરૂપને સારી રીતે જાણી શકે છે. ઉપરાંત જૈનધર્મના આચાર, વર્તન, નીતિ, વિવેક, અને વિનયન શુદ્ધ સ્વરૂપ સાથે તને રહસ્યને સારી રીતે સમજી શકે છે.
મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આદ્યત વાંચે તે સ્વધર્મ–રવર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણ પોતાની મનોવૃત્તિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે. ગ્રંથ લેખનની શિલી, અંદરના સિદ્ધાંત તથા પ્રાસાદિક ભાષા સર્વ શિષ્ટ જનેની પરમ સ્તુતિના પાત્ર હાઈ મનેબલ, મનેભાવ, અને હદયશુદ્ધિને વધારનારા છે, દુકામાં કહેવાનું કે, આ સંસારમાં પરમ શ્રેય માર્ગે જીવી મેક્ષ પર્યત સાધન પ્રાપ્ત કરવાની શુભ ભાવના ભાવનાર મુનિએ તેમજ ગૃહસ્થ મહાનુભાવ હરિભદ્રસૂરિની પ્રતિભાને આ પ્રસાદ નિરંતર પ્રાપ્ત કરવા એગ્ય છે.
આ ગ્રંથના કત્તી મહાનુભાવ હરિભદ્રસૂરિને ઈતિહાસ જૈન વર્ગમાં પ્રખ્યાત છે, તેથી તે વિષે વિશેષ લખવાની જરૂર નથી, તે પણ સંક્ષેપમાં કહેવાનું કે જેનધર્મના ધુરંધર પંડિતેમાં અગ્રગણ્ય એવા એ મહાનુભાવ વિક્રમના છઠા સિકામાં આ ભારત વર્ષને અલંકૃત કરતા હતા. તેઓ ચિતડના રાજા જિતારિના પુરોહિત બ્રાહ્મણ હતા. સંસારી અવસ્થામાં પણ તેમનું નામ હરિભકજ હતું. તેમણે પિતાના કુલની પરંપરાના ધર્મ પ્રમાણે વેદ તથા વેદાંગને સારે અભ્યાસ કર્યો હતો. તે સમયે આહંત ધર્મના વિદ્વાન મુનિઓને પ્રચાર તે દેશમાં થયા કરતું હતું. બ્રાહ્મણ હરિભદ્ર યાકિની નામની એક સાધ્વીના મુખથી ગાથા સાંભળીને આશ્ચર્ય પામ્યા હતા. તે પછી તે સાધ્વીની દ્વારા તે નગરમાં રહેલા જિનભટ્ટ નામના આચાર્યનો તેમને સમાગમ થઈ આવ્યું હતું, તે વિદ્વાન સૂરિવરના સમાગમથી હરિભદ્ર આપ્યુંત ધર્મના તત્વે ઉપર તત્કાલ શ્રદ્ધાલુ થયા હતા અને તે જ વખતે તે આહંતી દીક્ષાથી અલંકૃત થયા હતા. થોડા સમયમાં જ એ મહાનુભાવ જૈન આગમના પારગત થઈ સૂરિપદને પ્રાપ્ત થયા હતા.
મહાનુભાવ હરિભદ્રસૂરિએ પિતાના ચારિત્ર જીવનમાં આહંત ધર્મની ઉન્નતિને માટે દુષ્કર કાર્યો કરેલા છે. તેમના સમયમાં ભારત વર્ષ ઉપર બદ્ધ લેકે ગર્વ ધરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org