Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 6
________________ ઉત્કર્ષની નિસીમ વાત સિદ્ધ થાય છે. પ્રાચીન જૈન લેખકેએ અને કવીશ્વરેએ જૈન સાહિત્યની સરિતાના વિપુલ પ્રવાહને વેહેવરાવ્યું છે, તેનું જ આજ ભારતવર્ષની જે ન ર ને જેનેતર પ્રજાના હૃદય ઉપર સામ્રાજ્ય ચાલે છે. તેના રંગથી રંગાએલ ગદ્ય અને પદ્યમય ઉગારે અદ્યાપિ સર્વત્ર પ્રસરી રહ્યા છે. પૂર્વ કાલના જૈન મહામુનિઓ કેવા અવસરજ્ઞ અને ધર્મ પ્રસારવા માટે ઉત્સાહી હતા, તેનાં અનેક દષ્ટાંતે જૈન ઇતિહાસમાં મલી આવે છે. તેમનું જીવન ભવ્ય અને લેખકોત્તર હતું. સર્વદા શુભ અધ્યવસાય અને જનકલ્યાણ કરવાની ઈચ્છાના એક તરીકે તેઓ શુભ ભાવ વિસ્તારનાર, શુભ સાધનાર અને શુભ વિચારનાર અચિંત્ય શક્તિવાલા હતા. તેમના ઉપદેશથી જૈન ગૃહસ્થ પણ ન્યાય, એક નિષ્ઠા, સત્ય, પ્રેમ, ક્ષમા, સદાગ્રહ અને સદાચારની મૂર્તિ રૂપ બનતા અને પિતાના જીવનને એક સુવાસમય, આનંદમય, દષ્ટાંતમય અને સુખમય કરી શક્તા હતા. સંસારને ભાર વહેતાં છતાં એમની પ્રકૃતિ સ્થિતિ અને રીતિની સાદાઈ એમના મનેબલની ગંભીર પણ અતિ દઢતા અને એમના વદનની નિરંતર પ્રસન્નતા દેખાતી હતી. એ સમયે મુનિ અને ગૃહસ્થ એ ઉભય ક્ષેત્રે એટલી બધી ઉન્નતિમાં હતા કે, તેથી આહંત ધર્મની પૂર્ણ જાહેજહાલી દેખાતી હતી. એ ઉભય ક્ષેત્રના શુદ્ધ બલથી બીજા પાંચ ક્ષેત્રે પણ પૂર્ણ રીતે ખીલી રહેલા હતા. તે સમયે જ્ઞાન રૂપી પુષ્પદ્યાન નવ પલ્લવિત થઈ આહંત પ્રજાને પોતાના અમૃતમય અને આનંદમય સુગધને આપતું હતું. સર્વદેશી વિદ્વતાને ધારણ કરનારા ઘણા પંડિત મુનિઓ ઠામ ઠામ વિચરતા અને આહંત ધર્મને પવિત્ર ઉપદેશ આપતા હતા. તે કાલના મુનિઓમાં તલસ્પર્શિતા, મર્મજ્ઞતા અને ગ્રહણ કરવા કરાવવાની શક્તિને ચમત્કાર ભરેલે ગ જોવામાં આવતું હતું. તેમનામાં આવે અકિક બુદ્ધિ વૈભવ છતાં તેઓનું હદય અતિ સરલ, સુરસ, નમ્ર અને વિનીત હતું. અભિમાનને લેશ વિના તેઓ સર્વદા સર્વને સુલભ, સુગમ અને અનુકુલ રહેતા હતા. આવા સમયમાં મહાનુભાવ જૈનાચાર્યોએ જૈન પ્રજાના ઉપકારને માટે અનેક ગ્રં લખ્યા છે. તે મહેલો આ ધર્મબિંદુ ગ્રંથ છે. આ ગ્રંથ પ્રકરણના નામથી એલખાય છે અને તેની રચના સંસ્કૃત સૂત્ર રૂપે કરવામાં આવી છે. તેમાં સૂત્રેની ગ્રથના એવી સુંદર રીતે કરવામાં આવી છે કે જેના અર્થને ઉત્તમ ગરવ સાથે વિષયને ઉદ્દેશ સારી રીતે સચવાએલે છે. તેની ઉપર કરવામાં આવેલી વૃત્તિ સૂત્રાર્થનું ફેટન કરવામાં ઘણું જ ઉપયોગી છે. જે વિષય સૂત્રમાં ઊદિષ્ટ હોય તેનું રૂપ જેવું સૂત્રકારે આલેખ્યું હોય, તેવું ઉત્તમ રીતે મૂલને અધિક પ્રકાશ મળે તેમ સ્પષ્ટ કરવામાં વૃત્તિકારે પિતાની કુશલતા સારી રીતે બતાવી આપી છે. મૂલ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 494