Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 5
________________ ' પ્રસ્તાવના, ચતુર્વિધ ગતિમાં મનુષ્યની ગતિ સર્વથી વિલક્ષણ છે. દેવગતિ સર્વોત્કૃષ્ટ ગણય છે, પણ તેની ઉત્કૃષ્ટતા અમુક અંશમાંજ છે અને મનુષ્ય ગતિની ઉત્કૃષ્ટતા સર્વ અંશે છે, કારણ કે, એ ગતિ જ મેક્ષમાં જવાને દરવાજો છે તેમાં પણ પ્રતિભાની પૂર્ણતા પ્રાપ્ત થયેલી હોય તે એ માનવ પ્રકૃત્તિને તેમાં પૂર્ણ વિકાશ થાય છે. તે પ્રતિભાનું દર્શન ત્યારેજ થઈ શકે છે કે, જ્યારે પ્રાકૃત જનને સુલભ એવા શંકા, ભય, સ્વાર્થ, અને કૃપણુતા ઈત્યાદિ દેશોમાંથી મુક્ત થઈ મનુષ્ય પોતે પિતાને પણ ભુલી જાય એવી ઉદાર, અને ઉન્નત સમાનતાને ક્ષણ અનુભવ કરે છે. પ્રતિભાની પૂર્ણતા સાથે સદવર્તનની પૂર્ણતા હોય તે મનુષ્ય ઉંચામાં ઉંચી કેટીને સ્પર્શ કરવાને સમર્થ થાય છે. એવી ઉચ્ચ સ્થિતિમાં કરેલા નિશ્ચયે સર્વ માનવ પ્રજાને ઘણાં ઉપયોગી થઈ પડે છે અને સ્વાપર્ણ કરવાની અદૂભુત શક્તિ ઉત્પન્ન થઈ તે અનેક જાતના પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે છે. આ પપકારને અર્થે સ્વાર્પણ કરવાની વૃત્તિથી ઉપજેલી પ્રતિભા બુદ્ધિની, સદા ચરણની, ભવ્યતાની અને સદભાવનાની પૂર્ણતા બક્ષે છે અને તે પ્રતિભાવંતના જીવનને ઉભયલકની સાર્થકતા કરાવે છે. કારણકે,એવી ઉચ્ચ પ્રતિભાવાલા પુરૂષ મન વચન અને કર્મની એક્તાના સરલ એકમાગીપણાની જે સત્યનીતિ તેને જ વળગી રહે છે. જે સ્વાર્થ, સંકેચ, ભય, કૃપણુતા આદિથી આખા વિશ્વમાં પાપ માત્ર ઉદ્દભવે છે, તેને ગંધ પણ તે પ્રતિભાવાનને લાગી શક્તા નથી. તે સર્વદા શુદ્ધ આચરણથી અલંકૃત રહે છે. પૂર્વ કાલે જૈન ધર્મમાં એવા પ્રતિભાવંત અનેક નરરત્ન થઈ ગયા છે. સત્ય અને સમયનું બલ અગાધ છે, મનુષ્ય કે મનુષ્યની ગમે તેવી રચનાઓથી સત્ય અને સમય દબાવી શકાતાં નથી, તેને પરાજય કદિ ક્ષણિક ભાસે પણ કાલ ગતિએ તે પુનઃ પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યા વિના રહેતા નથી. પૂર્વે જે પ્રતિભાવાલા લેખકે અને કવીશ્વર થઈ ગયા છે, તેમનાં સ્થાન લેનાર હવે કઈ નથી એમ કહેવાથી જ તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 494