________________
પ્રાય વ્યક્ત કરી મને પ્રાત્સાહિત કર્યાં. મને તે વખતે એમ લાગ્યું કે ગુજરાત–કાઠિયાવાડને જૈન સમાજ, પૂજ્યશ્રીની અમૃત વાણીનું રસપાન કરવા તલપી રહ્યો છે તે એ ગૂજરાતી અનુવાદને શાધિતવર્ધિત સંપાદિત કરી પૂજ્યશ્રીના સૌરાષ્ટ્રના ચાતુર્માસના સમયે પ્રકાશિત કરવામાં આવે તા સારું. મારી આંતરિક ઇચ્છા આજે ફળીભૂત થતી જોઈ મને આત્મસ ંતાષ થાય છે. આશા છે કે પ્રસ્તુત પુસ્તક પૂજ્યશ્રીની પ્રથમ પ્રસાદીરૂપે સમાજમાં સારા સત્કાર પામશે.
આ પુસ્તકમાં વર્ણવેલાં દશ ધર્મો અને દશ ધનાયકાનું સત્ય સ્વરૂપ સમજવા માટે પરપરાને નામે રૂઢ થયેલી અંધશ્રદ્ધાને અળગી કરી વિવેકમુદ્ધિ અને સ્યાદ્વાદશૈલીના સદુપયોગ કરવાના સૌને આગ્રહ અનુરાધ છે. સ્યાદ્વાદ એ ધ દ્વારને ઉધાડવાની સાચી ચાવી છે.
આ પુસ્તકને જનસમાજોપયેગી બનાવવા માટે ઉદ્દાર ભાવનાને આશ્રય લઈ, ભિન્ન ભિન્ન શક્તિ—જે કેવળ મતાિિનવેશને કારણે ઉપયાગમાં આવ્યા પહેલાં જ વેડફાઈ જાય છે—તેને સમન્વય કરવામાં આવ્યા છે અને વેડફાઈ જતી શક્તિઓના સદુપયાગ કેમ થાય તેનું પણુ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. તે પુસ્તકના વાચનથી સ્પષ્ટ જણાઈ આવશે.
સંક્ષેપમાં આ પુસ્તકને સામ્પ્રદાયિક ન બનાવતાં જનસમાજોપયાગી બનાવવાના યથાશક્ય પ્રયત્ન કરવામાં આવ્યા છે અને પ્રત્યેક વિષયને વિશદ કરવા માટે પરિશિષ્ટા આપી રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક દૃષ્ટિબિન્દુએ વિચારવામાં આવ્યા છે.
આ ધર્મપુસ્તક રાષ્ટ્ર, સમાજ અને ધર્માંના કલ્યાણમાં થાડી ઘણી સહાયક નિવડી તા તેની પાછળ કરવામાં આવેલા શ્રમ સાર્થક જ છે.