________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ તમે ક્રોધથી હારેલ છો. તેથી તે ક્ષપકોને પણ વૈરાગ્ય આવ્યો અને મિથ્યા દુષ્કત દીધું. તેઓ બોલ્યા, ઉપશાંત ચિત્તવાળા આ બાળકને આપણે પાપ કર્મ વડે પીડીને આશાતના કરી છે, આ પ્રમાણે પોતાને ધિક્કાર આપવાથી શુભ અધ્યવસાય વડે તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
આ પ્રમાણે પ્રસંગથી દૃષ્ટાંત કહ્યો. તેનો ઉપનય એટલે તેમાંથી સમજવાનું એ છે કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવ કરવાથી દુર્ગતિનો અપાય થાય. પરલોક ચિંતા માટે ચાલુ બાબતમાં તેની જરૂરીઆત બતાવતાં કહે છે. આ ૫૬.
सिक्खगअसिक्खगाणं, संवेगथिरट्टयाइ दोण्हंपि । दबाईया एवं, दंसिज्जंते अवाया उ ॥ ५७ ॥
ટીકાનો અર્થ :- શિક્ષક અને અશિક્ષક એટલે નવા જુના સાધુ. અથવા નવો દીક્ષિત અને ગૃહસ્થી. તેમના સંવેગની સ્થિરતા માટે બંનેને આશ્રયી ઉપર કહેલા ચારે અપાયો ઉપર કહેલી રીતિ વડે દેખાડે છે. તેમાં સંવેગ એટલે મોક્ષ સુખનો અભિલાષ છે. ધૈર્ય એટલે લીધેલા વ્રત પૂરા પાળવાં તે. તેથી કેવી રીતે દુઃખનું નિબંધન છે તે દ્રવ્ય વિગેરે જવાના બોધથી સંવેગ, અને સ્થિરતા પ્રાપ્ત થાય?
ઉત્તર- દ્રવ્યાદિનો મોહ ન રાખવો. તેથી સંવેગ થાય. વળી કહે છે.. પછા दविसं कारणगहिरं, विगिचिअब्बमसिवाइनेत्तं च । बारसहिं एस्सकालो कोहाइविवेग भावम्मि ॥ ५८ ॥
ગાથાનો અર્થ - અહીં ઉત્સર્ગથી મુમુક્ષુએ દ્રવ્યજ અથવા અધિક વસ્ત્ર પાત્રાદિક અથવા સોનું વિગેરે છોડી દેવું, પણ નવા શિષ્યને સર્પ શાદિના કારણે ધારણ કરેલ દ્રવ્ય તે કાર્યની સમાપ્તિ થયે છતે ત્યાગ કરવાનો હોય છે તેને આશ્રનેયી કારણે ગ્રહણ કરેલું દ્રવ્ય (વસ્ત્રપાત્ર) તે પણ દીક્ષાદિ કારણ સમાપ્ત થતાં તે છોડી દેવું તેથી જ કહ્યું છે કેદ્રવ્ય કારણને લીધે ગ્રહણ કરેલું તે છોડી દેવું. આ લોક અને પરલોકના અનેક ભયના હેતુ રૂપ અને દુઃખે કરી જેનો અંત આવે એવા આગ્રહ વિગેરે અપાયોનું હેતુપણું મધ્યસ્થ પુરુષોએ પોતાની બુદ્ધિ વડે વિચારી લેવું (દ્રવ્ય રાખનાર યતિ, શ્રી પૂજ્યના હાલ પ્રસિદ્ધ છે છતાં જેઓ મોહાંધ બની પદવીધર થઈ અંધ શ્રદ્ધાળુઓને લુંટી જ્ઞાન ખાતાને બહાને ધન એકઠું કરી અનેક ભવ્યાત્માઓને અશ્રદ્ધાનું કારણ બની ગૃહસ્થી જેવા દેખાય છે તે પ્રત્યક્ષ છે માટે ભવ્યાત્માએ તે પાપદ્રવ્યથી દૂરજ રહેવું તે શોભારૂપ છે.)
હવે ક્ષેત્ર આશ્રયી અપાય કહે છે. '
તે પ્રમાણે (બારે વરસે ભવિષ્યકાળ માં) કેટલા વરસમાં તે ક્ષેત્ર છોડી દેવું તેનું કારણ આ કહે છે. અશિવાદિ એટલે ભવિષ્યમાં રોગ આવવાનો હોય તે જાણીને બાર વરસ પહેલાં જ તે દેશ છોડી દેવો. કહ્યું છે કે
संवच्छरबारसएण होहित्ति असिवंति ते तओ णिति ॥ सुत्तत्थं कुब्ता अतिसयमादीहिं नाऊणं ॥१॥
બાર વરસ પહેલાં સૂત્રાર્થને જાણનાર અતિશયવાળા ગીતાર્થ ભગવંતો જાણ થતાં રોગાદિ કારણે તે દેશ છોડી દે છે વિગેરે. તેમ ક્રોધ વિગેરેનો વિવેક એટલે ક્રોધ વિગેરે નવખાણવા લાયક હોય તે નરકમાં પડવાનાં કારણરૂપ છે માટે તે છોડવાં. આ ભાવ અપાય બતાવ્યો. આ પ્રમાણે ખરી રીતે ચરણ કરણના અનુયોગનો અધિકાર લઈને અપાય બતાવ્યો. હવે દ્રવ્યાનુયોગનો અધિકાર ધ્યાનમાં રાખી બતાવે છે. પ૮
दव्यादिएहिं निच्चो, एगंतेणेव जेसिं अप्पा उ । होइ अभावो तेसिं, सुहदुहसंसारमोक्खाणं ॥ ५९ ॥
ટીકાનો અર્થ – દ્રવ્ય આદિ એટલે દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવ વડે નારકપણાથી વિશિષ્ટ ક્ષેત્ર અને વયઃ અવસ્થિત, અપ્રસન્નત્વ વિગેરેથી સ્વભાવ એકાંત વડેજ સર્વથા જે વાદીઓ આત્મા (જીવ) ને અથવા અન્ય વસ્તુને માને છે તેમનામાં આ ઉપર કહેલા અપાયોનો અભાવ છે. કયા વાદીઓને અભાવ છે? કહે છે કે સુખ દુઃખ અને સંસાર મોક્ષના ઈચ્છુકોને, સુખ એટલે આફ્લાદનના અનુભવરૂપ સમય, અને તાપનો અનુભવ તે