Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 389
________________ परिशिष्ट -४ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ વિરાધના થાય તથા પોતે અથવા વૃદ્ધ દાન આપતો આપતો જમીન પર પડે, તેથી તેને પણ પીડા થાય અને જમીન પર રહેલ છે જીવનિકાયની વિરાધના થાય. ૨. અપ્રભુ – મોટે ભાગે વૃદ્ધ પુરુષ ઘરનો સ્વામિ હોતો નથી, તેથી તે વૃદ્ધ દાન આપે તો જે ઘરના માલિક રૂપે હોય તેને એમ થાય કે “આ વૃદ્ધને દાન આપવાનો શો અધિકાર છે? એ પ્રમાણે દ્વેષ થાય. વૃદ્ધ પણ જો ઘરનો માલિક હોય , ધ્રુજતો હોય પણ બીજો એનો હાથ વગેરે પકડીને દાન આપે અથવા તે વૃદ્ધ મજબૂત સ્વસ્થ શરીરવાળો હોય, તો તેના હાથે પણ ખપે. ૩. નપુંસક – નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા ગ્રહણ કરવાથી અતિપરિચય થવાના કારણે તે નપુંસકને કે સાધુને વેદોદય થાય, તેના કારણે નપુંસકનું સાધુને ભેટવા વગેરે કરવાથી બંનેને કર્મબંધ થાય. તથા લોકમાં પણ આ સાધુઓ હલકા નપુંસકો પાસેથી ભિક્ષા લે છે.” એમ લોકનિંદા થાય. આમાં આ અપવાદ છે કે વર્ધિતક, ચિણ્ડિત, મન્ટોપહત, ઋષિશd, દેવશર્ત વગેરેમાં કોઈક અપ્રતિસેવી, (દુરાચાર ન સેવનાર) હોય તેની પાસે ભિક્ષા લેવાય. ૪. ધ્રુજતા શરીરવાળો – ધ્રુજતા શરીરવાળો પણ ભિક્ષા આપવાના વખતે વસ્તુ લાવતા લાવતા જમીન પર વેરે તથા સાધુના પાત્રાની બહાર ભિક્ષા નાંખે, અથવા દેય ચીજનું વાસણ જમીન પર પાડવાના કારણે ફોડી નાંખે. તે પૂજતા શરીરવાળો પણ જો મજબૂત રીતે ભિક્ષા આપવાનું વાસણ પકડે અથવા પુત્ર વગેરે મજબૂત રીતે હાથ પકડી ભિક્ષા અપાવે તો ખપે. ૫. તાવવાળો – તાવવાળા પાસે ભિક્ષા લેવાથી તાવનું સંક્રમણ સાધુમાં પણ થાય, લોકોમાં “અહો આ લોકો કેવા આહાર લંપટ છે કે આવા તાવવાળા પાસેથી પણ ભિક્ષા લે છે” એમ અપભ્રાજના થાય. હવે જો ચેપ ન લાગે એવો જો તાવ હોય, તો જયણાપૂર્વક લઈ શકાય. ૬, અંધ – અંધ પાસે ભિક્ષા ગ્રહણ કરવાથી અપભ્રાજના થાય કે, અરે આ લોકો કેવા ખાઉધરા છે કે જે આપી ન શકે એવા અંધ પાસેથી પણ ભિક્ષા લે છે. તથા અંધ જોતો ન હોવાથી જમીન પર રહેલ ષડૂજીવનિકાયને વિરાધે. અંધ પત્થર વગેરે સાથે ઠોકર લાગવાથી જમીન પર પડી પણ જાય, તેથી ભિક્ષા આપવા માટે ઉપાડેલ થાળી વગેરે હાથમાંથી પડવાના કારણે ભાંગી જાય અને સાધુના પાત્રાની બહાર નાંખવાના કારણે ગોચરી ઢોળાઈ જાય. તે અંધ પણ છોકરા વગેરેનો હાથ પકડી જયણાપૂર્વક આપે તો ખપે. ૭. બાળક – બાળક એટલે જન્મથી આઠ વર્ષની અંદરનો હોય છે તે. જો તેની માતા વગેરે હાજર ન હોય અને આપવાના પ્રમાણને ન જાણતો હોવાથી વધારે ભિક્ષા આપી દે, તો “અરે! આ સાધુ સારા આચારવાળા નથી પણ લૂંટારા છે? એ પ્રમાણે હીલના થાય અને માતા વગેરેને સાધુ ઉપર દ્વેષ થઈ જાય. ૮, મત્ત - મત્ત એટલે દારૂ વગેરે પીધેલ હોય છે. તે ભિક્ષા આપે તો નશો કરેલ હોવાથી કદાચ સાધુને ભેટી પડે. પાત્રા ભાંગી નાખે અથવા ગોચરી આપતા આપતા પીધેલ દારૂની ઉલટી કરે કે ઉલટી કરતા સાધુને કે સાધુના પાત્રાને ખરડી નાંખે. તેથી લોકમાં જુગુપ્સા થાય કે આ સાધુઓને ધિક્કાર હો કે, જેઓ નશાખોર પાસેથી ભિક્ષા લે છે.' તથા કોઈ નશાખોર નશામાં ચકચુર હોવાથી, હે મંડિયા ! અહીં કેમ આવ્યો છે ? એ પ્રમાણે બોલતો ઘાત પણ કરે. ૯, ઉન્મત્ત – ઉન્મત્ત એટલે અભિમાની અથવા ગ્રહ-ભૂત-વગેરેથી ઘેરાયેલ હોય. આમાં પણ ઉપરોક્ત ૧૪૯

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402