Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 395
________________ परिशिष्ट - ४ - વિશ્વમૂત્ર માપાંતર - માગ વિશુદ્ધિનો સંગ્રહ થાય છે. (૫૬૯). આગળ સોળ પ્રકારના ઉદ્ગમના દોષો કહ્યા, તે સામાન્યથી – બે પ્રકારે છે. ૧. વિશોધિકોટિ અને ૨. અવિશોધિકોટિ. ૧. દોષથી દુષ્ટ થયેલું ભોજન બીજા નિર્દોષ ભોજન સાથે હોય અને તેમાંથી દોષિત જેટલો આહાર હોય, તેટલો આહાર કાઢી નાખ્યા પછી બીજો આહાર ખપે, તે દોષો વિશોધિકોટિના કહેવાય. ૨. જે દોષોમાં દોષિત આહાર કાઢ્યા પછી પણ નિર્દોષ આહાર ન ખપે એવા દોષો અવિશોધિકોટિના ૧. અવિશોધિકોટિના દોષ ઃ ___ कम्मुदेसियचरिमे तिय पूइयमीसचरिमपाहुडिया । अझोयर अविसोही विसोहिकोडी भवे सेसा ॥५७०॥ આધાકર્મ, ઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ, પૂતિકર્મ, મિશ્રજાત, છેલ્લી બાદર પ્રાકૃતિકા અને અધ્યવપૂરક - આ દોષો અવિશોધિકોટિના છે. બાકીના બધા વિશોધિકોટિના છે. કર્મ એટલે ભેદો સહિત આધાકર્મ, દેશિકમાં – વિભાગૌદેશિકના છેલ્લા ત્રણ ભેદો, ભોજન-પાણીરૂપ પૂતિદોષ, પાખંડીગૃહિમિશ્ર અને સાધુગૃહિમિશ્રરૂપ મિશ્રજાત, છેલ્લી એટલે બાદર પ્રાભૃતિકા, અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહિ પાખંડી મિશ્ર અને સ્વગૃહી સાધુમિશ્ર બે ભેદો લેવા. આ ઉદ્ગમના દોષો અવિશોધિકોટિના છે. - આ અવિશોધિકોટિના દોષવાળા સુકા, સકયું વગેરે કે છાશના છાંટાનો લેપ વગેરે ઉડવાથી અથવા અલપકારી વાલ, ચણા વગેરેથી અડેલા છાંટાથી સ્પર્શાવેલા શુદ્ધ આહારને પણ કાઢી નાખ્યા બાદ ત્રણ કલ્પ એટલે ત્રણ વખત પાત્ર ધોયા વગર જો શુદ્ધ આહર પાછો લીધો હોય, તે પૂતિ જાણવું. ૨.વિશોધિકોટિના દોષો : ઔદેશિકના નવ ભેદો અને વિભાગીદેશિક, ઉપકરણ પૂતિકર્મ, મિશ્રનો પહેલો ભેદ, સ્થાપના, સૂક્ષ્મપ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, કિત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, અધ્યવપૂરકનો પહેલો ભેદ – આ ભેદો વિશોધિકોટિના છે. જેમાંથી અશુદ્ધ ભોજન કાઢી લીધા પછી બાકીનો આહાર વિશુદ્ધ રહે, તે વિશોધિકોટિ અથવા પાત્રાને ત્રણવાર ધોયા વગર પણ જેમાં છોડ્યા પછી ખપે તે વિશોધિકોટિ. કહ્યું છે કે – દેશિકમાં નવ, ઉપકરણ પૂતિ, યાવદર્થિક મિશ્રજાત, અધ્યવપૂરકનો પહેલો ભેદ, પરાવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપદ્ધત, આછેદ્ય, અનિસૃષ્ટ, પાદુષ્કરણ, ક્રીત, પ્રાહિત્ય, સૂક્ષ્મપ્રાકૃતિકા, બે પ્રકારનો સ્થાપના પિંડ-આ બધા દોષો વિશોધિકોટિના જાણવા. ગોચરી માટે ફરતા પહેલા શુદ્ધ આહાર લીધો પછી અનુપયોગ વગેરે કારણથી તેમાં વિશોધિકોટિવાળા દોષવાળો આહાર લીધો. તેની પાછળથી ખ્યાલ આવે કે આ આહાર વિશોધિકોટિનો છે. જો તે આહાર વગર ચાલી શકે એમ હોય તો બધોય આહર વિધિપૂર્વક પરઠવે. જો નિર્વાહ થાય તેમ ન હેય તો જેટલો વિશોધિકોટિ દોષવાળો આહાર હોય તેટલા આહારને સારી રીતે જાણી પરવે. જો જાણતા સરખા રંગ, ગંધ વગેરે પ્રવાહીથી મિશ્રિત હોય તો તે બધાયે આહારનો ત્યાગ કરવો. બધા આહારનો ત્યાગ કર્યા પછી જો આહારના સૂક્ષ્મ અવયવો તે પાત્રમાં રહેલા હોય તો પણ તે આહાર વિશોધિકોટિવાળો હોવાથી તે પાત્રમાં કલ્પ કર્યા વગર બીજો શુદ્ધ આહાર - ૧૫૫

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402