Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 400
________________ "ી ટ્રાવેલ્સવમૂત્ર માપત૬ - ભાગ 3 परिशिष्ट -४ અને ગચ્છબાહ્ય. તેમાં ગચ્છવાસી સાધુઓને સાતે પ્રકારની પિંડેષણાની (અનુજ્ઞા) છૂટ છે. જ્યારે ગચ્છબાહ્ય સાધુઓ પહેલી બે અગ્રહણ છે અને પાછળની પાંચમાંથી બેનો અભિગ્રહ કરે. (૭૩૯) આ સાતે ભિક્ષાની વ્યાખ્યા ગ્રંથકાર પોતે જ કરે છે. तमि य संसट्ठा हत्थमतपहिं इमा पढम भिक्खा १ । तविवरीया बीया भिक्खा गिण्हतयस्स भवे २ ॥७४०॥ પ્રથમ સંસૃષ્ટાભિક્ષા - હાથ અને માત્રક (વાસણ) વડે ગ્રહણ કરતા થાય છે. બીજી ભિક્ષા પહેલી ભિક્ષાથી વિપરીતપણે ગ્રહણ કરતા થાય છે. ૧. સંસૃષ્ણભિક્ષા હાથ અને માત્ર એટલે વાસણ વડે થાય છે. એટલે કે છાશ, ઓસામણ વગેરે ખરડાયેલ હાથ વડે અને ખરડાયેલ માત્ર એટલે વાટકી વગેરે વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને સંસૃષ્ણ નામે પહેલી ભિક્ષા થાય છે. આ ભિક્ષા બીજી હોવા છતાં પણ મૂળ ગાથાની અપેક્ષાએ પ્રથમ છે. સંસ્કૃષ્ટ અને અસંસૃષ્ટ, સાવશેષ અને નિરવશેષ દ્રવ્યો વડે આઠ ભાંગા થાય છે. તેમાં સંસૃષ્ટ-હાથ, સંસૃષ્ટ-માત્રક, સાવશેષ-દ્રવ્ય-એ આઠમો ભાંગો ગચ્છબાહ્ય સાધુઓને પણ ખપે છે. બાકીના ભાંગાઓ ગચ્છવાસી સાધુઓને સૂત્ર-હાનિ વગેરે કારણાશ્રયીને ખપે છે. ૨. અસંસૃષ્ટભિક્ષા અસંસૃષ્ટ હાથથી અસંસ્કૃષ્ટ માત્રક (ભાજન) વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુઓને અસંસૃષ્ટા ભિક્ષા થાય છે. અહીં પણ અસંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ માત્રક, સાવશેષદ્રવ્ય અને નિરવશેષદ્રવ્ય હોય, તેમાં નિરવશેષદ્રવ્યમાં પશ્ચાતુકર્મનો દોષ લાગે છે. છતાં પણ ગચ્છમાં બાલ-વૃદ્ધ વગેરે હોવાથી તેનો નિષેધ નથી. આથી સૂત્રમાં તેની ચિંતા કરેલ નથી. (૭૪૦). नियजोएणं भोयणजायं उद्धरियमुद्धडा भिक्खा ३ । सा अप्पलेविया जा निल्लेवा वल्लचणगाई ४ ॥७४१॥ પોતે કરેલ ભોજનને મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢવું તે ઉદ્ધતા નામે ત્રીજી ભિક્ષા છે. વાલ, ચણા વગેરે લેપ વગરની ભિક્ષા તે અલ્પલેપ નામે ભિક્ષા છે. ૩. ઉદ્ધતા ભિક્ષા : પોતાના પ્રયત્નથી જ બનાવેલ ભોજનને મૂળ થાળી વગેરે વાસણમાંથી બીજી થાળી વગેરે વાસણમાં કાઢવું તે ઉદ્ધતા. તેને સાધુ ગ્રહણ કરે તો ઉદ્ધતા નામે ત્રીજી ભિક્ષા થાય. ૪. નિરસભિક્ષા વાલ, ચણા, પૌંઆ, પૂડલા વગેરે લેપ વગરની નિરસભિક્ષા. અલ્પ શબ્દ અભાવ વાચક અર્થમાં છે, માટે અલ્પપા એટલે લેપવગરની અથવા અલ્પલેપા એટલે પશ્ચાતકર્મ વગેરેથી ઉત્પન્ન થયેલ કર્મસંબંધ જેમાં થોડો છે, તે અલ્પલેપા. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, પાત્રામાં ગ્રહણ કર્યા પછી જેમાં અલ્પ પશ્ચાત્કર્મ વગેરે અલ્પપર્યાયજાત એટલે થોડા રેસા વગેરે છોડવાના હોય, તે અલ્પલેપા. અહીં પૌંઆ વગેરે ગ્રહણ કરે છતે પશ્ચાતુકર્મ આદિ અલ્પ થાય છે. તથા પર્યાય જાત પણ અલ્પ હોય છે. (૭૪૧) भोयणकाले निहिया सरावपमुहेसु होइ उग्गहिया ५ । पगहिया जं दाउं भुत्तुं व करेण असणाई ६ ॥७४२॥ ભોજન સમયે શરાવડા વગેરે કાંસાના વાસણમાં મૂકી રાખેલ હોય તે અવગૃહિતાભિક્ષા. જે આપવા માટે કે ખાવા માટે હાથમાં લીધેલ ભોજન (અશન) વગેરે તે પ્રગૃહિતા. પ. અવગૃહિતા ભિક્ષાઃ ભોજન સમયે શરાવડા તથા કાંસા વગેરેના વાસણમાં ખાવાની ઇચ્છાથી જે ભાત વગેરે કાઢેલ હોય, તેને ગ્રહણ કરનાર સાધુની ભિક્ષા અવગૃહિતા નામે પાંચમી ભિક્ષા થાય છે. ૧૬૦

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402