________________
परिशिष्ट
- છુ
શ્રી ફરાવાનિસૂત્ર ભાષાંતર્થ - ભાગ રૂ
-
આમાં આપનારે પહેલા પાણીથી હાથ કે વાસણ ધોયા હોય અને તે હાથ કે વાસણમાંનું પાણી સૂકાઈ ગયું હોય તો ભિક્ષા લેવી ખપે. જો થોડી પણ ભિનાશ હોય તો ન ખપે.
૬. પ્રગૃહિતા ભિક્ષા : ભોજન વખતે ખાનારાઓને પીરસવા માટે પીરસનારાએ તપેલા વગેરેમાંથી ચમચા વગેરે દ્વારા ભોજન કાઢ્યું હોય પણ ખાનારાને આપ્યું ન હોય અને સાધુને આપે અથવા ખાનારાઓ ખાવા માટે પોતાના હાથમાં જે અશન વગેરેનો કોળીયો લીધો હોય, તે સાધુને આપે તો પ્રગૃહિતા નામની છઠ્ઠી ભિક્ષા થાય છે. (૭૪૨)
भोयणजायं जं छट्टणारिहं नेहयंतिदुपयाई । अद्धच्चत्तं वा सा उज्झियथम्मा भवे भिक्खा ॥७४३ ॥
જે ભોજન નાંખી દેવા યોગ્ય હોય અને દ્વિપદ એટલે કોઈ પણ માણસ આદિ ઇચ્છતા ન હોય, તે અથવા અડધું ફેંકી દીધું હોય તે ભિક્ષા ઉતિધર્મા થાય છે.
૭. ઉજ્જીિતધર્માભિક્ષા : જે ભોજન ખરાબ હોવા વગેરેના કારણે, નાંખી દેવા યોગ્ય હોય અને બીજા દ્વિપદ એટલે બ્રાહ્મણ, શ્રમણ, અતિથિ, ભિખારી વગેરે લેવા ન માંગતા હોય, અથવા ભોજન અડધું ફેંકી દીધું હોય, તે ભોજન લેવાથી સાધુને ઉતિધર્મા નામની સાતમી ભિક્ષા થાય છે.
આ સાત પિંડૈષણામાં સંસૃષ્ટ વગેરે અષ્ટભંગી કહેવી. પરંતુ ચોથી ભિક્ષામાં જુદાપણું છે. કેમકે તે અલેપ હોવાથી સંસૃષ્ટ આદિનો અભાવ છે. (૭૪૩)
પાણૈષણા :
पाणेसणावि एवं नवरि चउत्थीए होइ नाणतं । सोवीरायामाई जमलेवाडत्ति समयुत्ती ॥ ७४४ ॥
પાણૈષણામાં પણ એ પ્રમાણે જ જાણવું. પરંતુ ચોથી પાણૈષણામાં ભિન્નતા છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, સૌવિરક – કે અનાજ ધોયેલ કાંજીનું પાણી, ઓસામણ, ઉનું પાણી કે આચામ્લાદિ વગેરે અલેપકૃત છે.
હવે પાણૈષણાસમક કહે છે. પાણૈષણા પણ એ પ્રમાણે સંસૃષ્ટ વગેરે સાત પ્રકારે જાણવી. પરંતુ ફક્ત ચોથી અલ્પલેપા હોવાથી એમાં ભિન્નતા છે. જેથી સિદ્ધાંતમાં કહેલ સૌવિ૨ક એટલે કાંજી, ઓસામણ આદિ શબ્દથી ગરમ પાણી, ચોખાનું ધોવણ વગેરે અલેપ કૃત કહેલ છે. બાકીના શેરડીનો રસ, દ્રાક્ષનું પાણી, આમલીનું પાણી વગેરે લેપકૃત છે, તે પીવાથી સાધુને કર્મનો લેપ થાય છે. (૭૪૪)
નિશ્ચયનયની દૃષ્ટિએ ચિત્તશુદ્ધિ એ જ પરમાત્માની આજ્ઞા છે. પણ વ્યવહારનયની દૃષ્ટિએ રત્નત્રયીની આરાધના એ જિનાજ્ઞા છે. કેમકે રત્નત્રયીની આરાધના વિના ચિત્તશુદ્ધિ સંભવિત નથી. એ આરાધનાઓનું સંયોજન એવા પ્રકારનું છે કે તેનાથી વિરાધનાઓને સો ગાઉનું છેટું પડી જાય છે. અશુભ નિમિત્તો નજરમાં આવતા નથી. એટલે જેણે ચિત્તશુદ્ધિ કરવાની વહાલા પ્રભુની આજ્ઞા પાળવી હોય તેણે રત્નત્રયીની આરાધના સ્વીકારવી જોઈએ. હા.... અહીં પણ હજી એક તત્ત્વ ઉમેરવાનું છે. તેના વિનાની રત્નત્રયીની આરાધના ચિત્તશુદ્ધિની આશાની પાલક બની શકતી નથી. એ તત્ત્વ છે રાગાદિ દોષો પ્રત્યે તીવ્ર ધિક્કાર ભાવ.
આરાધનાઓથી વિરાધનાઓ હટે પરન્તુ વિરાધકભાવ તો આરાધકભાવથી જ હટે.
રાગાદિ દોષો પ્રત્યેનો ધિક્કારભાવ એ પાયાનો આરાધકભાવ છે.
રાગાદિ દોષો પ્રત્યેનો ધિક્કારભાવ આહાર શુદ્ધિથી જ મેળવી શકાય. એ ગુરૂ મંત્ર પ્રત્યેક સાધુ-સાધ્વીએ આત્મસાત કરી લેવો જોઈએ.
શ્રી દશવૈકાલિક સૂત્રનું મૂળ ફળ આચારશુદ્ધિ અને આચારશુદ્ધિ આહારશુદ્ધિમાં છે.